અમરેલી : સાવરકુંડલામાં દિવાળીની રાતે ખેલાયું ઈંગોરિયા યુદ્ધ,વર્ષો જૂની પરંપરા આજે પણ યથાવત

અમરેલી જિલ્લાના સાવરકુંડલા શહેરમાં દિવાળીની રાતે ઈંગોરિયા યુદ્ધ રમવાની પરંપરા વર્ષો જૂની છે,આ પ્રસંગે સ્થાનિક ધારાસભ્ય સહિત મોટી સંખ્યામાં યુવાનો જોડાયા હતા.

New Update
  • સાવરકુંડલામાં ખેલાયું ઈંગોરિયા યુદ્ધ

  • દિવાળીની રાતે જામે છે ઈંગોરિયા યુદ્ધ

  • એક બીજા પર સળગતા ઇંગોરિયા ફેંકવામાં આવે છે

  • વર્ષો જૂની પરંપરા આજે પણ છે જીવંત

  • ઇંગોરિયા યુદ્ધમાં એનઆરઆઈ પણ લે છે ભાગ   

અમરેલી જિલ્લાના સાવરકુંડલા શહેરમાં દિવાળીની રાતે ઈંગોરિયા યુદ્ધ રમવાની પરંપરા વર્ષો જૂની છે,આ પ્રસંગે સ્થાનિક ધારાસભ્ય સહિત મોટી સંખ્યામાં યુવાનો જોડાયા હતા.

અમરેલી જિલ્લાના સાવરકુંડલા શહેરમાં દિવાળીની રાત્રે હાથમાં જાણે કોઈ ફળ હોય તેમ આ હર્બલ ગણાતો ઈંગોરિયા નામનો ફટાકડો એકબીજા પર ફેંકવામાં આવે છે.અને જાણે રણભૂમી નું મેદાન હોય તેમ સાવરકુંડલા શહેરની ગલી ગલીએ ઈંગોરિયાનું યુદ્ધ ખેલાય છે. અંધારામાં આ યુદ્ધ રમવામાં આવે છે .દિવાળીની રાત્રીએ દેવળા ગેઈટથી લઈને છેક નાવલી નદી સુધી ઈંગોરિયા યુદ્ધનો માહોલ જામે છે.રમતવીરો આ રમતનો મુક્ત મને આનંદ ઉઠાવે છે.

સંત અને શૂરાની ગણાતી સાવરકુંડલાની ભૂમિ પર લગભગ 150 વર્ષથી આ રમત રમાઈ છે. જે ઇંગોરિયાનું યુદ્ધ નિહાળવા બહારથી પણ લોકો મોટી સંખ્યામાં આવે છે.અને આ જાણે રણભૂમિનું મેદાન હોય તેમ એકબીજા પર મુક્ત મને ઈંગોરિયા ફટાકડા ફેંકીને રમતનો આનંદ અને ઉલ્લાસ જોઈને એનઆરઆઈ પણ મંત્રમુગ્ધ થઇ ગયા હતા. ઈંગોરિયા યુદ્ધનો લ્હાવો લેવા ધારાસભ્ય મહેશ કસવાળા પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.દેશભરમાં આગવી ઓળખ બનાવનાર ઈંગોરિયા યુધ્ધની પહેચાન સાવરકુંડલા બની ગયું છે. જ્યારે કોઈપણ પ્રકારના જ્ઞાતિ વાદ જાતિવાદ વિના હળી મળીને હિન્દુ મુસ્લિમ આ ઈંગોરિયા યુદ્ધ રમતા હોય ત્યારે ધારાસભ્ય મહેશ કસવાળાએ ઈંગોરિયા યુદ્ધએ સાવરકુંડલાનો ઇતિહાસ શૌર્ય સાથે સંકળાયેલો હોવાનું જણાવ્યું હતું.

Latest Stories