Connect Gujarat
ગુજરાત

અમરેલી:ખાંભા APMC સેન્ટરમાં નાફેડના ચેરમેન દિલીપ સંઘાણી દ્વારા કરવામાં આવ્યુ નિરીક્ષણ

નાફેડના ચેરમેન દિલીપ સંઘાણી દ્વારા અમરેલી જિલ્લા ખાંભા ખાતે ડુંગળીની ખરીદી અંગે નાફેડના સતાધીશ સાથે એમ.ડી. દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યુ હતું.

X

સહકારથી સમૃદ્ધિ કરવાના સરકારના ધ્યેયને ખરા અર્થમાં સાર્થક સાબિત કરતા નાફેડના ચેરમેન દિલીપ સંઘાણી દ્વારા અમરેલી જિલ્લા ખાંભા ખાતે ડુંગળીની ખરીદી અંગે નાફેડના સતાધીશ સાથે એમ.ડી. દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યુ હતું.

આ છે અમરેલી જિલ્લાનું ખાંભા એપીએમસી સેન્ટર…ખેડૂતોના હિતમાં કામ કરતી નાફેડ સંસ્થા દ્વારા મહુવા અને ખાંભા ખાતે ડુંગળીની ખરીદી પ્રક્રિયા શરૂ રાખીને ખેડૂતોની વ્હારે ઊભી છે અમરેલી જિલ્લામાં ડુંગળી પકવતા ખેડૂતો મહુવા સુધી ધક્કા ખાતા હતા તે પણ ખેડૂતોને અગવડતા અને અન્ય જિલ્લામાં ડુંગળી વેચવા ના જવું પડે તે માટે નાફેડના ચેરમેન દિલીપ સંઘાણી દ્વારા અમરેલી જિલ્લાના ખાંભા એપીએમસી ખાતે ડુંગળી ખરીદવાનું સેન્ટર શરૂ કર્યા બાદ નાફેડના ચેરમેન દિલીપ સંઘાણી, એમ.ડી. રિતેશ ચૌહાણ (આઇ.એ.એસ.) નાફેડ ગુજરાતના મેનેજર શંકર શ્રીવાસ્તવની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે ખાંભા માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોની ડુંગળીની જાહેર હરાજીમાં ખાસ નિરીક્ષણ કર્યું હતું

Next Story