Connect Gujarat
ગુજરાત

અમરેલી: કાળા તલની ખેતી કરતાં ખેડૂતોએ નિરાશ થવાનો આવ્યો વારો,જુઓ કેમ ખેડુતોને ભાવ નથી મળી રહ્યા

અમરેલી જિલ્લાના એપીએમસી સેન્ટરો પર તલની આવક થઈ રહી છે કાળા અને સફેદ તલમાં ઉલટી ગંગા આ વખતે રહેતી હોય તેવી સ્થિતિ નિર્માણ પામી છે

X

અમરેલી જિલ્લાના એપીએમસી સેન્ટરો પર તલની આવક થઈ રહી છે કાળા અને સફેદ તલમાં ઉલટી ગંગા આ વખતે રહેતી હોય તેવી સ્થિતિ નિર્માણ પામી છે સફેદ તલ કરતાં કાળા તલનો ભાવ યાર્ડની જાહેર હરાજીમાં વધુ હોય પરંતુ આ વખતે સફેદ તલે બાજી મારી હોય એને રૂપિયા 1,000 ઉપરાંતના ભાવો કાળા તલને વટાવી ગયા હોવાને કારણે કાળા તલની ખેતી કરતા ખેડૂતો નિરાશ થયા છે.

આ છે અમરેલી અને સાવરકુંડલા નું એપીએમસી સેન્ટર. બન્ને યાર્ડની જાહેર હરરાજીઓમાં કાળા અને સફેદ તલની અઢીસો મણ જેટલી આવક થઈ રહી છે પરંતુ આ વખતે કાળા તલ પકવતા ખેડૂતોની માઠી દશા બેઠી હોય તેવી સ્થિતિનો ઘાટ ઘડાયો છે.કાળા તલના 2400 રૂપિયાથી 2800 જેવો ભાવ મળે છે જ્યારે સફેદ તલ કાળા તલ કરતાં ઓછા ભાવે વેચાતા હોવા છતાં પણ આ વખતે કાળા તલના ભાવ કરતાં સફેદ તલનો ભાવ ઉચકાયો છે.સફેદ તલના 2800 થી લઈને ₹3,500 જેવો મણનો ભાવ આવતા સફેદ તલ પકવતા ખેડૂતો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે.

અમરેલી જિલ્લાના એપીએમસીના ઇતિહાસમાં હંમેશા કાળા તલના ભાવો જ ખેડૂતોને મળતા આવ્યા છે પણ આ વખતે સફેદ તલનું માર્કેટ બજારમાં વધુ ઉચકાયું છે અને સામાન્ય રીતે કાળા તલ વિધે 8 થી 9 મણ પાકતા હોય છે અને સફેદ તલ 1 વિધે 12 મણ જેટલા પાકતા હોય અને કાળા તલ પકવવામાં મુશ્કેલીઓ પણ ખેડૂતોને વધુ થતી હોવા છતાં આ વખતે કાળા તલ ના ભાવો ને સફેદ તલના ભાવો વચ્ચે 1 હજાર રૂપિયા કરતા પણ વધુ અંતર કાપી ને આગળ જતાં કાળા તલ પકવતા ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી છે

Next Story