અરબી સમુદ્રમાં વાવાઝોડું ઓમાન તરફ આગળ વધી રહ્યું હોવાથી સમુદ્રમાં ડિપ્રેસનના કારણે સમગ્ર રાજ્યના બંદરો પર સિગ્નલ લગાવી દેવામાં આવ્યા છે, ત્યારે અમરેલી જિલ્લામાં દરિયાકાંઠે જાફરાબાદ બંદર પર 2 નંબર સિગ્નલ લગાવી એલર્ટ જાહેર કરી દેવાયું છે.
અમરેલી જિલ્લામાં દરિયાકાંઠે જાફરાબાદ બંદર પર 2 નંબર સિગ્નલ લગાવી એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જોકે, હાલ બંદર આસપાસ સમુદ્રમાં માહોલ નોર્મલ છે, કોઈ અસર જોવા મળી નથી. પરંતુ તંત્ર દ્વારા સાવેચેતીના ભાગરૂપે સિગ્નલ લગાવાયું છે. રાજુલા, જાફરાબાદ, પીપાવાવ પોર્ટ દરિયા કાંઠે માછીમારોને એલર્ટ કરાયા છે, અને માછીમારોને દરિયો ન ખેડવા માટેની પણ સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત માછીમારોને મૌખિક માહિતી આપી પરિપત્ર પણ જાહેર કરવા તંત્ર દ્વારા તજવીજ હાથ ધરવામાં આવી છે.