અમરેલી : સાવરકુંડલાના કલરવ બગડાએ શ્રીરામ - અયોધ્યા મંદિર પર અસ્મરણીય ગીત બનાવ્યું, તમે પણ સાંભળો...

હાલ ભગવાન શ્રીરામ અને અયોધ્યા મંદિર પર અનેક ગીતો લોન્ચ થઈ રહ્યા છે, ત્યારે અમરેલી જિલ્લાના સાવરકુંડલાના 15 વર્ષના બાળક કલરવ બગડાએ અસ્મરણીય ગીત તૈયાર કર્યું છે.

અમરેલી : સાવરકુંડલાના કલરવ બગડાએ શ્રીરામ - અયોધ્યા મંદિર પર અસ્મરણીય ગીત બનાવ્યું, તમે પણ સાંભળો...
New Update

હાલ ભગવાન શ્રીરામ અને અયોધ્યા મંદિર પર અનેક ગીતો લોન્ચ થઈ રહ્યા છે, ત્યારે અમરેલી જિલ્લાના સાવરકુંડલાના 15 વર્ષના બાળક કલરવ બગડાએ અસ્મરણીય ગીત તૈયાર કર્યું છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મનમાં હોય તે લોકોના હર્દયનીમાં સ્થાપિત થઈ જતું હોય છે, ત્યારે અયોધ્યામાં ભગવાન શ્રી રામની 22 તારીખે પ્રાણપ્રતિષ્ઠાને લઈને દેશ-વિદેશમાં રામમય વાતાવરણ સર્જાયું છે. રામ મંદિર પર અનેક ગીતો લોન્ચ થઈ રહ્યા છે, ત્યારે આજે “રામ કે સાથ સાથ... સિયાં કે સંગ સંગ... ઓ મોદી ચલ... અસ્મરણીય ગીત હ્રદયના તાર ઝણઝણાવી નાખે તેવું માત્ર 15 વર્ષના બાળકે તૈયાર કરીને સંત ભક્તિ બાપુ અને ભાજપના નેતા અને ધારાસભ્ય મહેશ કસવાળાના અટલ ધારા કાર્યલાય ખતે લોન્ચ કરવામાં આવ્યું હતું. આ ગીત આજની સંસ્કૃતિ સાથે ગુજરાતી લ્યકા આખું સોંગ અદભુત તૈયાર કરવામાં આવ્યું છે. આ સોંગ ઝિંઝુડાના સંત રાધિકાદાસ બાપુએ તૈયાર કર્યું છે, જ્યારે સમગ્ર કમ્પોજીશન 15 વર્ષના બાળ કલાકાર કલરવ બગડાએ કરી છે. કલરવ બગડાએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિચારોથી પ્રેરાઈને અસ્મરણીય ગીત તૈયાર કર્યું હોવાનું જણાવ્યું હતું.

જોકે, પુત્રના લક્ષણ પારણાંમાંથી તેવી ગુજરાતી કહેવત છે, ત્યારે કલરવ બગડાના પિતા પત્રકારત્વ ક્ષેત્રે સારી એવી ખ્યાતિ નામના ધરાવે છે. પિતાના નકશે કદમ પર નહીં પણ સંગીત પ્રત્યે સંવેદનશીલ બનીને કલરવ બગડાએ સોનેરી સિદ્ધિ એવા આ ગીત પર ધારાસભ્ય મહેશ કસવાળા અને સંત ભક્તિ બાપુ આફ્રિન પોકારી ઊઠયા હતા. અયોધ્યામાં શ્રીરામ મંદિરે પ્રાણપ્રતિષ્ઠાનો અનેરો ઉત્સાહ દેશ-વિદેશમાં જોવા મળ્યો છે, ત્યારે કલરવ બગડાનું અસ્મરણીય સોંગ લોંચ થઈને હાલ ધૂમ મચાવી રહ્યું છે. ભાજપના નેતાઓ સાથે સનાતની ધર્મમાં માનનાર PM મોદીમાં રામ મંદિર સ્થાપીત કરવાના દ્રઢ પ્રભાવથી સુપર ડુંપર સોંગ દરેકમાં હૈયામાં વસી ગયું છે.

#Gujarat #CGNews #Amreli #Savarkundla #Ayodhya temple #Kalarav Bagda #unforgettable song #Sriram
Here are a few more articles:
Read the Next Article