અમરેલી : ખોડીયાર ડેમ પક્ષીઓના કલબલાટથી ગુંજી ઉઠયો, રાજહંસ પણ બન્યાં મહેમાન

અમરેલી જિલ્લાના ધારીના ખોડિયાર ડેમમાં 50 જાતના અવનવા પક્ષીઓનું થયું છે . લદાખમાં જોવા મળતા રાજહંસ સહિતના અલભ્ય પક્ષીઓની ગુંજથી ગુંજી રહયો છે

અમરેલી : ખોડીયાર ડેમ પક્ષીઓના કલબલાટથી ગુંજી ઉઠયો, રાજહંસ પણ બન્યાં મહેમાન
New Update

ધારીના ખોડિયાર ડેમમાં એલસાથે 50 જાતના અવનવા પક્ષીઓનું આગમન થયું છે. દેશના અલગ અલગ સ્થળે જોવા મળતા પક્ષીઓ ધારીના ડેમ ખાતે આવી પહોચતા ડેમ ખાતે આહલાદક દ્રશ્યો જોવા મળી રહયાં છે.

અમરેલી જિલ્લાના ધારીના ખોડિયાર ડેમમાં 50 જાતના અવનવા પક્ષીઓનું થયું છે . લદાખમાં જોવા મળતા રાજહંસ સહિતના અલભ્ય પક્ષીઓની ગુંજથી ગુંજી રહયો છે. અવનવી પ્રજાતિના પક્ષીઓ ડેમ વિસ્તારમાં ઉડાઉડ કરી રહયાં છે અને તેમને જોવા લોકો અને પક્ષીવિદો આવી રહયાં છે. પક્ષીઓની અનેક પ્રજાતિઓએ ખોડીયાર ડેમ ખાતે નવું આશ્રયસ્થાન બનાવ્યું છે. પેલિકન પક્ષીઓ બે જાતમાં ડેમના પાણીમાં તરતા જોવા મળી રહ્યા છે.

દેશ તથા વિશ્વમાંથી પક્ષીઓની અનેક પ્રજાતિઓ લુપ્ત થઇ ચુકી છે અને અનેક પ્રજાતિઓ લુપ્ત થવાના આરે છે. ચાલુ વર્ષે કુંજ અને કરકરો નામના પક્ષીઓ 10 વર્ષ બાદ ધારી ખોડિયાર ડેમ ખાતે જોવા મળ્યાં છે તેનાથી પક્ષીવિદોમાં ઉત્સાહ છે. ધારીનો ખોડિયાર ડેમ નળ સરોવરની જેમ આજે પક્ષીઓથી ઉભરાય રહયું છે.

#Gujarat #Amreli #Ladakh #Khodiyar dam #Nature #NatureLover #birds chirping #swan #NationalBirds #BunchOfBirds #MigratedBirds #BeautyofNature
Here are a few more articles:
Read the Next Article