અમરેલી : કાશ્મીરમાં શહીદ થયેલા વીર જવાનને અપાઈ અંતિમ વિદાય, પંથકમાં શોકનો માહોલ

અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના ધામેલ ગામના ભારતીય સેનાના જવાન મેહુલ મેપાભાઈ ભુવા (ભરવાડ) કાશ્મીરમાં ફરજ દરમિયાન શહીદ થયા છે.

New Update
  • ધામેલ ગામના ભારતીય સેનાના જવાન શહીદ

  • કાશ્મીરમાં બજાવતા હતા ફરજ

  • ફરજ દરમિયાન વીર જવાન થયા શહીદ

  • જવનનો પાર્થિવ દેહ વતન લાવવામાં આવ્યો

  • લશ્કરી સન્માન સાથે અપાઈ અંતિમ વિદાય 

અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના ધામેલ ગામના ભારતીય સેનાના જવાન મેહુલ મેપાભાઈ ભુવા (ભરવાડ) કાશ્મીરમાં ફરજ દરમિયાન શહીદ થયા છે. શહીદ વીર જવાનો પર્થિવદેહ માદરેવતન પહોંચતા લશ્કરી સન્માન સાથે અંતિમ વિદાય આપવામાં આવી હતી.

અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના ધામેલ ગામના ભારતીય સેનાના જવાન મેહુલ મેપાભાઈ ભુવા (ભરવાડ) રાષ્ટ્રની રક્ષા કાજે કાશ્મીરમાં ફરજ બજાવતા હતા. ગુરુવારે 18 સપ્ટેમ્બરના રોજ કાશ્મીરમાં દેશની સરહદોની રક્ષા કરતા સમયે તેઓ વીરગતિને પામ્યા હતા. શહીદ મેહુલ ભુવાનો પાર્થિવ દેહ તેમના વતન ધામેલ ખાતે પહોંચ્યો છે. રાષ્ટ્રની રક્ષા માટે પોતાના પ્રાણોની આહુતિ આપનાર વીર જવાનની શહાદતથી તેમના પરિવાર અને ગામમાં ગમગીનીનો માહોલ છવાયો છે.

શહીદ જવાન મેહુલ ભુવાને લશ્કરી સન્માન સાથે અંતિમ વિદાય આપવામાં આવી હતી. તેમના શહીદીના સમાચાર મળતાં જ ધામેલ ગામ સહિત આસપાસના વિસ્તારોમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે. સમગ્ર પંથકમાંથી લોકો તેમને અંતિમ શ્રદ્ધાંજલિ આપવા એકત્રિત થઈ રહ્યા છે.

Latest Stories