/connect-gujarat/media/post_banners/5c1358280a842c3b9df1e52cc1ff454e3d5f0f44d37dbde276199e1a5685be5f.jpg)
અમરેલી જિલ્લામાં ઘરફોડ ચોરી, લૂંટ જેવી ઘટનાઓને અંજામ આપનાર 2 પુરુષ અને 1 મહિલા આરોપીને એલસીબી પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
અમરેલી જિલ્લામાં કાયદો વ્યવસ્થા વધુ સુદ્રઢ બનાવવા માટે જિલ્લા પોલીસ વડા હિમકરસિંહ દ્વારા અનૈતિક પ્રવૃતિ અને ગુનાહિત ઇતિહાસ ધરાવતા તત્વો સામે લાલ આંખ કરીને ગુનાઓને ડામવા અમરેલી એલસીબી પોલીસ દ્વારા કામગીરી કરવામાં આવી રહી હોય, ત્યારે અમરેલી એસપી. હીમકરસિંહે પ્રેસ કોન્ફરન્સ યોજી થોડા દિવસ પહેલા રાજુલાના આધેડ પાસેથી સોનાની ચેનની લૂંટ ચલાવનાર 2 પુરુષ અને 1 મહિલા આરોપીને એલસીબીએ દબોચી લીધા હતા. 3 મહિના પહેલા લીલીયા તાલુકાના નાના રાજકોટ ગામે મોડી રાત્રિના આધેડ દંપતિ પર લૂંટ વિથ મર્ડરની ઘટના સામે આવી હતી. જેમાં 2 આરોપીઓની અટકાયત કર્યા બાદ ઊલટ તપાસમાં મુખ્ય આરોપી પુનિયા ગણવા નામના મુખ્ય આરોપીને દાહોદ ખાતેથી અમરેલી પોલીસે ટ્રાન્સફર વોરંટથી ધરપકડ કરી હતી. આરોપી પુનિયા ગણવા વિરુદ્ધ 21 જેટલા ગંભીર ગુનાઓ નોંધાયા હોવાની માહિતી અમરેલી એસપીએ આપી હતી. રાજ્યમાં હાહાકાર મચાવનાર આરોપીને અમરેલી એલસીબીએ પકડી હાલ જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.