અમરેલી : “તું અમારી જેલમાં શું વાતો કરતો હતો.?”, કહી યુવાન પર 2 રાઉન્ડ ફાયરિંગ, પોલીસ તપાસ શરૂ..

અંગત અદાવતે થયેલ ફાયરિંગની ઘટનાથી એક વ્યક્તિને ઇજા પહોચતા ઘટનાએ ભારે ચકચાર મચાવી છે

અમરેલી : “તું અમારી જેલમાં શું વાતો કરતો હતો.?”, કહી યુવાન પર 2 રાઉન્ડ ફાયરિંગ, પોલીસ તપાસ શરૂ..
New Update

અમરેલી જિલ્લાના લીલીયા શહેરમાં ગત મોડી રાતે અંગત અદાવતે થયેલ ફાયરિંગની ઘટનાથી એક વ્યક્તિને ઇજા પહોચતા ઘટનાએ ભારે ચકચાર મચાવી છે, ત્યારે હાલ તો હુમલો કરનાર 3 શખ્સોને વહેલી તકે ઝડપી લેવા જિલ્લાભરની પોલીસે કવાયત હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર, અમરેલીના લીલીયા શહેરમાં કિશન દવે નામનો વ્યક્તિ છેલ્લા 3 માસથી જેલમાં હતો, અને બહાર છૂટી આવતા ગઈકાલે રાત્રે રણજીત ધાધલને ખબર અંતર પૂછવા માટે ફોન કર્યો હતો, ત્યારે રણજીત ધાધલ એકદમ ઉશ્કેરાયને કહ્યું કે, તું અમારી જેલમાં શું વાતો કરતો હતો.? તેમ આ બાબતને ધ્યાનમાં રાખી અપશબ્દો કહી ગાળો બોલતા ગાળો દેવાની ના પાડી હતી, ત્યારે રણજીત ધાધલને સારું નહીં લાગતા તે સમીર સમાં, તથા એક અજાણ્યા વ્યક્તિને સાથે રાખી મારી નાખવાના ઇરાદે બંદૂકમાંથી 2 રાઉન્ડ ફાયરિંગ કરતા કિશન દવેને જમણા પગના ગોઠણના ભાગે ઇજા થઈ હતી..

તો રણજીત ધાધલ સાથે રહેલા સમીરે પણ છરી વડે કિશન દવેને મારવાની કોશિષ કરી હતી, ત્યારબાદ ત્રણેય બાઇક લઈ ભાગી છૂટ્યા હતા, ત્યારે ઇજાગ્રસ્ત કિશન દવેને પ્રથમ લીલીયા હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર અર્થે અમરેલી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, ત્યારે હાલ તો અમરેલી એસપી હિમકર સિંહની સૂચનાના આધારે ડીવાયએસપી સહિત લોકલ ક્રાઇમ બ્રાન્ચ, સ્પેશ્યલ ઓપરેશન બ્રાન્ચની અલગ અલગ ટીમોએ હુમલો કરનાર ત્રણેય શખ્સોને ઝડપી લેવા કવાયત હાથ ધરી છે..

#GujaratConnect #Firing #amreliPolice #Amreli Crime News #ફાયરિંગ #Firing News #palanquin procession of Haribava Gosai... #Amreli Liliya Firing #Amreli Firing News #Liliy Fireng
Here are a few more articles:
Read the Next Article