Connect Gujarat
ગુજરાત

અમરેલી: ખોડિયાર ડેમ છલકાવાની સાથે જ આ ગામના સ્થાનિકો અને ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા,જુઓ શું છે સ્થિતિ

જીલ્લાની જીવાદોરી સમાન ધારીનો ખોડિયાર ડેમ ચોમાસાના પ્રથમ વરસાદે જ છલકાતા છેલ્લા આઠ દિવસથી શેત્રુંજી નદીમાં પાણી અવિરત વહી રહ્યું છે.

X

અમરેલી જીલ્લાની જીવાદોરી સમાન ધારીનો ખોડિયાર ડેમ ચોમાસાના પ્રથમ વરસાદે જ છલકાતા છેલ્લા આઠ દિવસથી શેત્રુંજી નદીમાં પાણી અવિરત વહી રહ્યું છે. ખોડિયાર ડેમ છલકાવો એ ખેડૂતો માટે ખુશીના સમાચાર છે પરંતુ એક ગામ એવુ છે કે ત્યાં ખોડિયાર છલકાવાની સાથે જ અહીંના ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ જાય છે ત્યારે શું છે આ મુશ્કેલીઓ જોઈએ આ રિપોર્ટમાં

સૌરાષ્ટ્રના સૌથી મોટા ડેમ પૈકીનો એક એવો આ ધારીનો ખોડિયાર ડેમ ચોમાસાના પ્રથમ વરસાદે જ ઓવરફ્લો થતાં સમગ્ર જીલ્લામાં હરખની હેલી છે.કારણ કે ખોડિયાર ડેમ એ જીલ્લાની જીવાદોરી સમાન ડેમ છે પરંતુ ખોડિયાર ડેમ ઓવરફલો થતાંની સાથે જ ડેમના નિચાણવાળા વિસ્તારમાં આવેલ આંબરડી ગામના લોકો ભારે મુશ્કેલીમાં મુકાઈ જાય છે.આંબરડી ગામ અને આંબરડી ગામની ખેતીની જમીન વચ્ચેથી આ શેત્રુજી નદી સતત વહેતી રહે છે પરીણામે ખેડૂતો દિવસોના દિવસો સુધી પોતાના ખેતર જઈ શકતા નથી અથવા તો જીવના જોખમે આ નદી પાર કરીને સામે કાંઠે આવેલ પોતાના વાડી-ખેતર જવુ પડે છે.

આંબરડી ગામના બસ્સો જેટલા ખેડૂતોની એક હજાર વિઘાથી વધુ ખેતીની જમીન શેત્રુંજી નદીના સામા કાંઠે આવેલી છે.તો બીજી તરફ માલધારીઓના પશુઓ માટેનુ ચરીયાણ એટલે કે ગૌચર પણ સામે કાંઠે આવેલુ છે.પરિણામે ચોમાસાની સિઝનમાં ખેડૂતો અને પશુપાલકો બન્ને મુશ્કેલીમાં મુકાય છે.આંબરડી ગામના લોકો વર્ષોથી આ સમસ્યાથી પીડાઈ રહ્યા છે અનેક વખત તંત્રને અને નેતાઓને રજૂઆત કરવા છતાં તેનો કોઇ ઉકેલ આવ્યો ન હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે

Next Story