અમરેલી : સાધુનો વેશ ધારણ કરી લૂંટ ચલાવતી મદારી ગેંગનો પર્દાફાશ, રૂ. 6.62 લાખના મુદ્દામાલ સાથે 2 શખ્સોની ધરપકડ

મદારી ગેંગ લોકો સાથે છેતરપીંડી આચરી લૂંટ ચલાવતી હતી. રૂ. 6.62 લાખના મુદ્દામાલ સાથે 2 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે 2 ફરાર શખ્સોની પોલીસે શોધખોળ શરૂ કરી

New Update

સાધુનો વેશ ધારણ કરી લોકો પાસેથી ચલાવતી લૂંટ

લૂંટ ચલાવતી મદારી ગેંગનો પોલીસે કર્યો પર્દાફાશ

મદારી ગેંગના 2 સાગરીતોને પોલીસે દબોચી લીધા

રૂ. 6.62 લાખના મુદ્દામાલ સાથે 2 શખ્સોની ધરપકડ

ફરાર 2 શખ્સોની ધરપકડના ચક્રો ગતિમાન કરાયા

અમરેલી જિલ્લામાં સાધુનો વેશ ધારણ કરી લોકો પાસેથી લૂંટ ચલાવતી મદારી ગેંગનો પોલીસે પર્દાફાશ કર્યો છે. મળતી માહિતી અનુસારઅમરેલી જિલ્લામાં કેટલાક શખ્સો છેલ્લા ઘણા સમયથી સાધુનો વેશ ધારણ કરીને લોકો પાસેથી લૂંટ ચલાવતા હતાત્યારે આ મામલે અમરેલી જિલ્લા પોલીસે આવા લૂંટારુઓને ઝડપી લેવા કમર કસી હતી.

તેવામાં સાધુનો વેશ ધારણ કરી લોકો પાસેથી લૂંટ ચલાવતી મદારી ગેંગનો પોલીસે પર્દાફાશ કર્યો છે. મદારી ગેંગના 2 સાગરીતોને અમરેલી LCB પોલીસે દબોચી લીધા છે. આ મદારી ગેંગ લોકો સાથે છેતરપીંડી આચરી લૂંટ ચલાવતી હતી. રૂ. 6.62 લાખના મુદ્દામાલ સાથે 2 શખ્સોની ધરપકડ કરવામાં આવી છેજ્યારે 2 ફરાર શખ્સોની પોલીસે શોધખોળ શરૂ કરી છે. સમગ્ર મામલે અમરેલી જિલ્લા પોલીસ વડાએ વિસ્તૃત માહિતી આપી હતી.

 

#Connect Gujarat #Amreli News #Amreli Police #અમરેલી #ધરપકડ #અમરેલી પોલીસ #મદારી ગેંગ #લૂંટ #મદારી
Here are a few more articles:
Read the Next Article