અમરેલી : માવઠાથી ધારી-ગીર પંથકમાં પાકને મોટું નુકશાન, સર્વે સહાયની માંગ સાથે ખેડૂતોએ ખેતીવાડી કચેરી ગજવી...

અમરેલી જીલ્લામાં કમોસમી વરસાદના કારણે ધારી-ગીર પંથકના ખેડૂતોને મોટું નુકશાન વેઠવાનો વારો આવ્યો છે,

New Update
અમરેલી : માવઠાથી ધારી-ગીર પંથકમાં પાકને મોટું નુકશાન, સર્વે સહાયની માંગ સાથે ખેડૂતોએ ખેતીવાડી કચેરી ગજવી...

અમરેલી જીલ્લામાં કમોસમી વરસાદના કારણે ધારી-ગીર પંથકના ખેડૂતોને મોટું નુકશાન વેઠવાનો વારો આવ્યો છે, ત્યારે ખેડૂતોએ ખેતીવાડી કચેરી ખાતે મદદનીશ ખેતીવાડી નિયામકને આવેદન પત્ર આપી સહાય વળતરની માંગ સાથે રજૂઆત કરી હતી.

હવામાન વિભાગની આગાહી અનુસાર, રાજ્યના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો હતો. આ સાથે જ અમરેલી જીલ્લામાં પણ માવઠું આવતા ધારી-ગીર પંથકના ખેડૂતોને મોટું નુકશાન વેઠવાનો વારો આવ્યો છે, ત્યારે ધારી-ગીર પંથકના ખેડૂતોએ યોગ્ય સહાય વળતરની માંગ સાથે ખેતીવાડી કચેરીને ગજવી મુકી હતી, જ્યાં મદદનીશ ખેતીવાડી નિયામકને આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી. આવેદન પત્રમાં જણાવ્યા અનુસાર, ધારીના ગીગાસણ, ઇંગોરાળા ગામના સર્વેમાં લોલમલોલ હોવાનો પણ ખેડૂતોએ આક્ષેપ કર્યો હતો. સર્વે થયા બાદ 50 ટકા ખેડૂતો રહી ગયા હોવાનો ખેડૂતોમાં વસવસો છે, ત્યારે કેટલાક ખેડૂતો સર્વેમાં સહાયથી વંચિત રહી ગયા હોવાનો પણ આક્ષેપ ઉઠ્યો છે. જો આવનારા દિવસોમાં સર્વે સહાય નહીં થાય તો ગાંધી ચિંધ્યા માર્ગે ખેડૂતોએ ઉપવાસ આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.

Latest Stories