અમરેલી : નાના ભૂલકાઓએ સિંહના મુખોટા પહેરીને સાવજના સંરક્ષણના લીધા શપથ

જિલ્લાના સાવરકુંડલા, વડિયા, રાજુલા, જાફરાબાદ, બગસરા સહિતના તાલુકા મથકો પર સિંહના મુખોટા પહેરીને રેલી સ્વરૂપે વિદ્યાર્થીઓ નીકળ્યા હતા

New Update
અમરેલી : નાના ભૂલકાઓએ સિંહના મુખોટા પહેરીને સાવજના સંરક્ષણના લીધા શપથ

અમરેલી જિલ્લાના સાવરકુંડલા, વડિયા, રાજુલા, જાફરાબાદ, બગસરા સહિતના તાલુકા મથકો પર સિંહના મુખોટા પહેરીને રેલી સ્વરૂપે વિદ્યાર્થીઓ નીકળ્યા હતા અને સિંહોના સંરક્ષણના શપથ લીધા હતા.

આજે અમરેલી જિલ્લાના સાવરકુંડલા અને ધારી ખાતે વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવેલ હતી. જેમાં સાવરકુંડલા ખાતે વિશ્વ સિંહ દિવસ નિમિત્તે સિંહોની સુરક્ષા અને સિંહોના સંરક્ષણ માટેના શપથ વિદ્યાર્થીઓએ લીધા હતા. જેમાં જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન વિપુલ દુધાત, પૂર્વ નિવૃત ડી.સી.એફ. મુની, આર.એફ.ઓ.પ્રતાપભાઈ ચાંદુ સહિત મોટી સંખ્યામાં સિંહ પ્રેમી ઉપસ્થિત રહીને 5 હજાર વિદ્યાર્થીઓએ સિંહોના સંરક્ષણના શપથ લીધા હતા.

સાવરકુંડલા ખાતે વન્ય પ્રકૃતિ ચેરીટેબલ ટ્રસ્ટ અને વનવિભાગ દ્વારા 1 કિલોમીટર લાંબી સિંહ મુખોટા પહેરીને પદયાત્રા નીકળી હતી, તો ધારી ખાતે ડી.સી.એફ. રાજદીપસિંહ ઝાલા અને ધારી વન વિભાગ દ્વારા હજારો વિદ્યાર્થીઓએ સિંહ સંરક્ષણ માટેના શપથ લઈને ધારીના રાજમાર્ગો પર સિંહ બચાવો, સિંહના જતન કરવાના ધ્યેય સાથે રેલી નીકળી હતી. જેમાં ધારાસભ્ય જે.વી.કાકડીયા ઉપસ્થિત રહ્યા હતા.

Latest Stories