Connect Gujarat
ગુજરાત

અમરેલી : ભૂકંપના આંચકા આવતા NDRFની ટીમ થઈ દોડતી,રાહત અને બચાવ કામગીરીની મોકડ્રીલ યોજાય

અમરેલી જીલ્લામાં ભૂકંપના અવારણવાર આંચકા આવતા રહે છે ત્યારે NDRFની ટીમ દ્વારા મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું

અમરેલી : ભૂકંપના આંચકા આવતા NDRFની ટીમ થઈ દોડતી,રાહત અને બચાવ કામગીરીની મોકડ્રીલ યોજાય
X

અમરેલી જીલ્લામાં ભૂકંપના અવારણવાર આંચકા આવતા રહે છે ત્યારે NDRFની ટીમ દ્વારા મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું.

અમરેલી જિલ્લાના આવતા સતત ભૂકંપના આંચકાઓને કારણે મીતિયાળા ગીરના ગામડા સહિત ખાંભા ગીર પંથકના આઠ દસ ગામડાઓમાં ભૂકંપનો ભય ફેલાયો હોય ત્યારે એનડીઆરએફની ટીમ દ્વારા ભૂકંપ કે કોઈ પણ કુદરતી આપત્તિ સમયે કઈ રીતે બચી શકાય અને કઈ રીતે પ્રાથમિક સારવાર આપી શકાય તે અંગે જનજાગૃતિ ફેલાવવાના આશયથી ખાંભા ગીરના સમઢીયાળા ખાતે NDRFની ટિમ દ્વારા મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિવિધ બાબતે ગ્રામજનોને માહિતી આપવામાં આવી હતી

Next Story