અમરેલી: કુખ્યાત બુટલેગર ધીરેન કારીયા ઉજ્જેનથી ઝડપાયો, પ્રોબિશનના 18 ગુનામાં હતો વોન્ટેડ

અમરેલી પોલીસને કુખ્યાત બુટલેગર ધીરેન કારીયાને ઝડપી પાડવામાં સફળતા મળી છે.ધીરેન કારિયા 11 જિલ્લામાં પ્રોહીબિશનના 18 ગુનામાં વોન્ટેડ હોવાનું બહાર આવ્યું છે

New Update

જૂનાગઢનો રહેવાસી અને ગુજરાતના અલગ અલગ 11 જિલ્લાઓના 18 પ્રોહિબિશનના ગુનામાં વોન્ટેડ કુખ્યાત બુટલેગર ધીરેન કારિયાને અમરેલી પોલીસે દબોચી લીધો છે. ધીરેન કારિયા તેના ડ્રાઈવર સાથે મધ્યપ્રદેશના ઉજ્જૈન નજીક હોવાની બાતમીના આધારે અમરેલી એલસીબીની ટીમે ત્યાં પહોંચી ઝડપી પાડ્યો હતો. ધીરેન કારિયાના પત્ની જૂનાગઢ મહાનગરપાલિકામાં ભાજપના કોર્પોરેટર હોવાનું જાણવા મળ્યું છે. છેલ્લા 14 વર્ષ દરમિયાન આ કુખ્યાત શખ્સ સામે કુલ કેટલા અને કયા ગુનાઓ નોંધાયેલા છે તેની આગળ વિગતવાર વાત કરીએ.

ધીરેન કારિયા 11 જિલ્લાઓમાં નોંધાયેલા પ્રોહિબિશનના 18 ગુનાઓમાં વોન્ટેડ હતો. જેમાં અમરેલી અને ભાવનગરનો 1-1, જૂનાગઢ અને દ્વારકાના 4-4, જામનગર, મોરબી, ગાંધીનગર, કચ્છ ઈસ્ટ, નર્મદા અને પોરબંદરના 1-1 અને રાજકોટના 2 પ્રોહિબિશનના ગુનાઓમાં વોન્ટેડ હતો.

Latest Stories