લાઠી માર્કેટ યાર્ડ ખાતે કપાસની હરાજીનો પ્રારંભ
ખેડૂતોને કપાસના રૂ. 1300થી 1500 સુધી ભાવ મળ્યા
સારો ભાવ મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો
અમરેલી જિલ્લાના લાઠી માર્કેટ યાર્ડ ખાતે પ્રથમ દિવસે જ કપાસની હરાજીમાં સારો ભાવ મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. અમરેલી જિલ્લાના લાઠી માર્કેટ યાર્ડમાં કપાસની હરાજીનો શુભારંભ કરવામાં આવ્યો છે. લાઠી માર્કેટ યાર્ડમાં કપાસની હરાજી શરૂ કરાતા આજુબાજુના ખેડૂતોને સારો ફાયદો થયો છે. જેમાં લાઠી માર્કેટ યાર્ડમાં પ્રથમ દિવસે જ રૂ. 1300થી 1500 સુધીના સારા એવા ભાવ ખેડૂતોને મળ્યા છે, ત્યારે મોટી સંખ્યામાં ખેડૂતો કપાસ વહેચવા લાઠી માર્કેટ યાર્ડ પહોચતા લાઠી તાલુકા સહિત આસપાસના વેપારીઓ પણ કપાસની ખરીદી કરવા માર્કેટ યાર્ડ પહોચ્યા હતા. લાઠી માર્કેટ યાર્ડમાં જાહેર હરાજીમાં કપાસનો સારો ભાવ મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.