/connect-gujarat/media/post_banners/1d5779644092968746f05966530774a234f209c1d80d47b284b982148f34bb26.jpg)
અમરેલી જિલ્લામાં આજરોજ ભીમ અગિયારસ નિમિત્તે ખેડૂતોના કુવામાં પાણી હોય તેવા ખેડૂતોએ વાવણી કાર્યનો શુભારંભ કરી દીધો છે
આજે ભીમ અગિયારસના પર્વને ધ્યાને લઈને અમરેલી જિલ્લાના કુવામાં પાણી હોય તેવા ખેડૂતોએ શુકનવંતા દિવસને શુભ માનીને આજથી વાવણીના શ્રી ગણેશ શરૂ કરી દીધા છે।સવારે જ બળદને જોડીને પૂજન અર્ચન કર્યું હતું અને આજના દિવસમાં કપાસનું વાવેતર શરૂ કર્યું છે.આજનો દિવસ ખેડૂતો વધુ શુભ માને છે અને આજના દિવસથી જો ખેતી કામ શરૂ કરીને વાવેતર કરીએ તો પાક સારો આવે તેવી જુનવાણી પરંપરાને અનુલક્ષીને આજથી અમરેલી જિલ્લાના તાલુકા મથકો પર જ્યા કુવામાં પાણી હોય તેવા ખેડૂતોએ વાવણી શરૂ કરી દીધી છે