/connect-gujarat/media/post_banners/c5a3fac24e3cdb92478e200a23c50d6812cb00008c10f1a6a419cb68559514e7.jpg)
અમરેલી જિલ્લા ભાજપ દ્વારા આજરોજ વિશ્વ મતદાતા દિવસ નિમિત્તે નામો નવ મતદાતા સમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં નવા મતદારો ઉપસ્થિત રહ્યા હતા
આજે વિશ્વ મતદાતા દિવસ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવા મતદાતા સાથે વર્ચ્યુઅલ માધ્યમથી સંવાદ કર્યો હતો. જે અંતર્ગત અમરેલી જિલ્લામાં નમો નવ મતદાતા સંમેલન આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે યુવા ભાજપ દ્વારા યોજાયું હતું જેમાં પી.એમ.મોદીનો સંદેશ સાંભળવામાં આવ્યો હતો.આ સાથે જ નમો એપ પણ વિદ્યાર્થીઓના મોબાઈલમાં ડાઉનલોડ કરાવીને નવી યોજનાઓ સહિતની માહિતીઓ સરળતાથી મળી રહે તેવું યુવા ભાજપ દ્વારા આયોજન અમરેલી જિલ્લાની કોલેજોમાં કરવામાં આવ્યું હતું