/connect-gujarat/media/post_banners/516a34b04abf266cd2dce52341e4b27e2437292f2df3afd677a507621f8363e8.jpg)
અમરેલી જીલ્લામાં એશિયાટીક સિંહોની માઠી દશા બેઠી હોવાની વધુ એક ઘટના પ્રકાશમાં આવતા સિંહપ્રેમીઓમાં નારાજગી જોવા મળી છે.
અમરેલી જીલ્લાના સાવરકુંડલા તાલુકાના વીજપડી રેલ્વે સ્ટેશન નજીક ગુડ્સ ટ્રેનની અડફેટે આવી જતાં એક સિંહણ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ હતી. જોકે, અગાઉ પણ ટ્રેનની અડફેટે સિંહોના મોત થયા બાદ વધુ એકવાર સિંહણનો ટ્રેનની અડફેટે અકસ્માત થયો છે. વહેલી સવારે 5 કલાકે રાજુલાના પીપાવાવથી આવતી ગુડ્સ ટ્રેનની અડફેટે સીંહણનો અક્સ્માત થયો હતો. જેમાં વન વિભાગે રેસક્યું ઓપરેશન હાથ ધરી ઇજાગ્રસ્ત સિંહણને સારવાર અર્થે જશાધાર એનિમલ કેર ખાતે ખસેડી હતી. તો બીજી તરફ, અવારનવાર બનતી સિંહ અકસ્માતની ઘટના અંગે સિંહપ્રેમીઓમાં પણ નારાજગી જોવા મળી છે. આ સાથે જ વન વિભાગની સિંહોની સુરક્ષા પ્રત્યેની ઢીલી નીતિને કારણે આવા અક્સ્માતો થતાં હોવાનો સિંહપ્રેમીઓ આક્ષેપ કરી રહ્યા છે. જેથી કહી શકાય કે, એશિયાટીક સિંહોની સુરક્ષામાં વધુ એકવાર વન તંત્ર વામણું પુરવાર થયું છે.