/connect-gujarat/media/post_banners/77a9526889fd600bef755c7b579f3c718a429b590658ea2e02b7c3cf1f4544ac.jpg)
અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના શિયાળ બેટ ટાપુ ખાતે બોટ મારફતે જતા લોકોની સલામતી માટે પોલીસ વિભાગ દ્વારા વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
અમરેલી જીલ્લામાં દરિયાઈ ટાપુ પર આવેલા શિયાળ બેટ ગામમાં 10 હજાર ઉપરાંતની વસ્તી મોટાભાગે માછીમારીના ધંધા સાથે સંકળાયેલ છે. અવર જવર કરવા માટે માર્ગ નહિ હોવાના કારણે રોજિંદા લોકો બોટ મારફતે અવરજવર કરતા હોવાથી અમરેલી જિલ્લા પોલીસ વડા હિમકરસિંહ અને પીપાવાવ મરીન પોલીસ ટીમ શિયાળ બેટ ગામમાં પહોંચી હતી, જ્યાં લોકો બોટમાં સતત અવરજવર કરતા હોવાના કારણે ચિંતા વ્યક્ત કરી તેમની સુરક્ષા વધારવા માટે સેફ્ટી જરૂરી હોવાથી પીપાવાવ પોર્ટ અને અલ્ટ્રાટેક સિમેન્ટ કંપની સાથે પોલીસે બેઠક યોજી હતી. બોટ મારફતે જતા લોકોની સલામતી માટે 509 લાઇફ જેકેટ, 300 રીંગબોયાની ખરીદી કરી 31 જેટલી ફેરી બોટ સંચાલકોને આપવામાં આવ્યા હતા. આ પ્રસંગે અમરેલી એસપી પીપાવાવ પોર્ટ અલ્ટ્રાટેક સિમેન્ટ કંપનીના ઓફિસરો સાથે મધ દરિયામાં શિયાળ બેટ ગામમાં વિવિધ બોટો શણગારી પોલીસ બેન્ડ સાથે પહોંચતા લોકોએ એસપી સહિત અધિકારીઓનું જેટી ઉપર સામૈયું કરી આવકાર્યા હતા.