/connect-gujarat/media/post_banners/d1d28fa355be5418da950c398dabc3c6287f18440071e67df174a908398aff0e.jpg)
ગુજરાત તરફ બીપોરજોય વાવાઝોડુ આગળ વધી રહયું છે ત્યારે શિયાળ બેટની સગર્ભા મહિલાને બોટ મારફતે પીપાવાવપોર્ટ કિનારે લાવવામાં આવ્યા હતા
બીપોર જોય વાવાઝોડાની આગાહીને લઈને જેમ જેમ સાયકલોંન ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે તેમ તેમ અમરેલી જિલ્લાના જાફરાબાદ, પીપાવાવ, શિયાળબેટ, ચાંચ બંદર પર વધુ સુરક્ષા અને સાવચેતી તંત્ર દ્વારા લેવાઈ રહી હોય ત્યારે શિયાળ બેટની સગર્ભા મહિલા લલિતાબેન લાલજીભાઈ શિયાળને બોટ મારફતે પીપાવાવ પોર્ટ કિનારે લાવવામાં આવી હતી ત્યાર બાદ 108 દ્વારા આ સગર્ભા મહિલાને રાજુલાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે અત્યાર સુધી સગર્ભા મહિલાઓને સુરક્ષાને સાવચેતીના ભાગરૂપે શિયાળ બેટ, ચાંચ બંદર પરથી સ્થળાંતર કરી દેવામાં આવ્યું છે