New Update
તમાકુ મુક્તિની આ વર્ષની થીમ "WE Need Food Not Tobacco" તેમજ તમાકુના સેવનથી શરીર પરની હાનિકારક અસરોને અવગત કરવા અને લોકોને તમાકુમુક્તિ માટે પ્રેરણા આપવાના ઉદેશ સાથે અમરેલી જિલ્લામાં આવેલ રાજુલા તાલુકા હેલ્થ ઓફિસ આરોગ્ય સ્ટાફ દ્વારા 31 મે વિશ્વ તમાકુ નિષેધ દિવસ નિમિત્તે લોકોમા જનજાગૃતિ લાવવા માટે સરકારી હોસ્પિટલ રાજુલા શહેરમાં મુખ્ય માર્ગો ઉપર રેલીનુ આયોજન કરવામા આવ્યું હતું. સાથે જ બાબરામાંમાં પણ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમા તાલુકા હેલ્થ ઓફિસર સહિતના આરોગ્ય વિભાગના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Latest Stories