અમરેલી : રાજસ્થાની ગેંગના "પુષ્પરાજો" ગીરના જંગલોમાંથી કરતાં હતા ચંદનના વૃક્ષોની તસ્કરી, જુઓ વનવિભાગની કાર્યવાહી...

ગીરના જંગલોમાંથી ચંદનના વૃક્ષોની તસ્કરીનો પર્દાફાશ, ખાંભા-ગીર વનવિભાગ દ્વારા 4 શખ્સોની અટકાયત કરાય

New Update
અમરેલી : રાજસ્થાની ગેંગના "પુષ્પરાજો" ગીરના જંગલોમાંથી કરતાં હતા ચંદનના વૃક્ષોની તસ્કરી, જુઓ વનવિભાગની કાર્યવાહી...

અમરેલી જિલ્લાના ગીરના જંગલોમાંથી થતી ચંદનના વૃક્ષોની તસ્કરીનો વનવિભાગ દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો છે. જેમાં રાજસ્થાની ગેંગના 4 શખ્સોની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Advertisment

અમરેલી જિલ્લામાં અગાઉ રાજસ્થાનની ચંદન ચોર ગેંગને વનવિભાગ દ્વારા ઝડપી લેવામાં આવી હતી. જેમાં રિમાન્ડ દરમ્યાન ગીરના જંગલોમાં આસપાસના સ્થાનિકો ચંદનના વૃક્ષોની તસ્કરીમાં સહભાગી હોવાના આધારે વનવિભાગ દ્વારા 200 કિલો ચંદનના વૃક્ષો અને ચંદનની છાલ સાથે 4 શખ્સોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી, ત્યારે હવે રાજસ્થાનથી આવી ગીરના જંગલોમાં રહીને ચંદનના વૃક્ષો કાપીને લઈ જવાની આ ઘટના વનવિભાગ માટે એક પડકાર હતી. જોકે, જંગલ વિસ્તારની બોર્ડર પર સતત ચોકી પહેરો રહેતો હોવા છતાં ચંદનના વૃક્ષોની કેવી રીતે તસ્કરી થતી તે મોટો સવાલ હતો, ત્યારે વનવિભાગે પણ સતર્કતા દાખવી ખાંભા ગીરના જંગલોમાંથી થતી ચંદનના વૃક્ષોની ચોરીનો પર્દાફાશ કર્યો છે. જેમાં રાજસ્થાનની તસ્કર ટોળકીના 4 શખ્સોને 200 કિલો ચંદનના વૃક્ષો સાથે રંગે હાથ ઝડપી લેવામાં આવ્યા હતા. આ સાથે જ મદદગારી કરતા શખ્સોને પણ વનવિભાગે સાણસામાં લઈને જેલના સળિયા પાછળ ધકેલવાની કાર્યવાહી હાથ ધરી હતી.

Advertisment