Connect Gujarat
ગુજરાત

અમરેલી : વરસાદના ત્રીજા રાઉન્ડની શરૂઆતમાં તમામ જળાશયો છલકાયા, ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ...

રાજ્યમાં વરસાદના ત્રીજા રાઉન્ડની ધમાકેદાર શરૂઆત, અમરેલી જિલ્લાના તમામ જળાશયો પાણીથી છલકાયા.

X

ગુજરાતમાં વરસાદના ત્રીજા રાઉન્ડની ધમાકેદાર શરૂઆત થઈ ગઈ છે, ત્યારે અમરેલી જિલ્લાના તમામ જળાશયો પાણીથી છલોછલ ભરાતા જગતના તાતમાં ખુશીનો માહોલ જોવા વાર્તાયો છે.

સમગ્ર રાજ્ય સહિત સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ વરસતા ઠેર ઠેર જળ બંબાકારની સ્થિતિનું નિર્માણ થયું છે, ત્યારે અમરેલી જિલ્લાના 10 જળાશયો પાણીથી ચિક્કાર ભરાયા છે. અમરેલીનો ઠેબી ડેમ ગઈકાલે ભરાતા 3 દરવાજા ખોલવામાં આવ્યા હતા, જ્યારે હાલ ઠેબી ડેમના 2 દરવાજા 0.30 મીટર ખુલ્લા રાખવામાં આવ્યા છે.

શેલ દેદુમલ ડેમનો 1 દરવાજો ખોલવામાં આવ્યો છે, જ્યારે વડીયાના સૂરવો ડેમનો 1 દરવાજો 3 ઇંચ ખુલ્લો રાખવામાં આવ્યો છે. તો બીજી તરફ પાણીની ભારે આવક થતાં ખાંભા રાયડી ડેમનો 1 દરવાજો ખુલ્લો કરાયો છે, જ્યારે ધાતરવડી ડેમ-1 અને ધાતરવડી ડેમ-2 છલોછલ થયા છે.

આ તરફ ધારીના ખોડિયાર ડેમના 2 દરવાજા 2 ફૂટ ખુલ્લા મુકાયા છે. આ તરફ, બગસરાનો મૂંઝયાસર ડેમ ઓવર-ફ્લો થયો છે. સૂરજ વડી-લુવારાનો સૂરજ વડી ડેમ પણ ઓવર-ફ્લો થતાં પાણીની આવકમાં વધારો થયો છે.

જોકે, પણ અમરેલીનો વડી ડેમ ચિક્કાર ભરાઈ જવાની અણી પર આવ્યો છે, ત્યારે હવે આગામી દિવસોમાં અમરેલી જીલ્લાના જગતના તાતને પાણીની સમસ્યામાંથી છુટકારો મળવા જઈ રહ્યો છે.

Next Story