અમરેલી: રેવન્યુ વિસ્તારમાંથી સિંહનું સ્થળાંતર કરાતા લોકોમાં રોષ

રેવન્યુ વિસ્તારના 3 સિંહણ અને 2 સિંહ બાળનું સ્થળાંતર કરાયું, સિંહને ફરી આ જ વિસ્તારમાં છોડવા લોકોની માંગ.

અમરેલી: રેવન્યુ વિસ્તારમાંથી સિંહનું સ્થળાંતર કરાતા લોકોમાં રોષ
New Update

ગુજરાતમાં સિંહોની સંખ્યા અમરેલી જિલ્લામાં સૌથી વધુ હોવાનો આંકડો આવ્યા બાદ ગત મોડી રાતે રાજુલા કોવાયા પીપાવાવ રેવન્યુ વિસ્તારના 3 સિંહણ અને 2 સિંહ બાળનું વનવિભાગ દ્વારા રેસ્ક્યુ કરી લઈ જતા સમગ્ર વિસ્તારમાં રોષ જોવા મળી રહ્યો છે અને સિંહોને ફરી આ વિસ્તારમાં છોડવાણી માંગ કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામા સાવજોની સૌથી વધુ સંખ્યા રાજુલા કોવાયા પીપાવાવ રેવન્યુ વિસ્તારમાં છે. જિલ્લાનો કોસ્ટલ બેલ્ટ સવાજોને અનુકૂળ આવી ગયો છે. અહી ઉદ્યોગો અને વાહનોની સતત અવરજવર વચ્ચે પણ રહેવા આ સાવજો ટેવાઇ ગયા છે. ત્યારે વનવિભાગ દ્વારા અહીથી સવાજોને ખસેડવા તજવીજ હાથ ધરાઇ છે.

ગઈ મોડી રાતે ધારી ગીર પૂર્વની રેસ્ક્યુ ટિમ સાથે ઉચ્ચ અધિકારીઓ દ્વારા 3 સિંહણ 2 સિંહ બાળને કોવાયા નજીક આવેલ વીડી વિસ્તારમાંથી પાંજરામાં મૂકી રેસ્ક્યુ ઓપરેશન કરી પાંજરે પુરી જસાધાર લઇ જવાયા હતા ત્યારબાદ હવે આ સિંહોને સાસણ નેશનલ પાર્ક અથવા તો અન્ય 3 પાર્કમાં રાખવાની હિલચાલ ચાલી રહી છે ત્યારે આ વિસ્તારના ધારાસભ્ય અંબરીશ ડેર દ્વારા સરકારના વનમંત્રી ગણપત વસાવા અને વનવિભાગના ઉચ્ચ અધિકારીઓને રજુઆત કરવામાં આવી છે કે સિંહોને આ વિસ્તારમાં જ રાખવામા આવે. આ અંગે ધારાસભ્ય અંબરીશ ડેરે જણાવ્યુ હતું કે મને એ વાત વ્યાજબી નથી લાગતી કે સિંહોના આરોગ્ય માટે ખસેડવામાં આવ્યા છે.

આ વાતમાં કોઈ તથ્ય નથી જણાતું. આ વિસ્તારના લોકો સિંહને ખુબ સાચવી રહ્યા છે ત્યારે સિંહને ફરી પાછા આ જ વિસ્તારમાં લાવવામાં આવે એવી માંગ કરવામાં આવી છે.

#Amreli #Amreli News #lion #Connect Gujarat News #Migration #Revenue Area
Here are a few more articles:
Read the Next Article