અમરેલી: સાવરકુંડલાના MLA મહેશ કસવાળાએ ભારતની ભવ્યજીત માટે ભગવાન શંભુ પર કર્યો જળાભિષેક

દેશભરમાં ઉત્સાહ ઉમંગ અને ભારતની ભવ્ય જીતની ઠેર ઠેર પ્રાર્થના દુઆઓ થઈ રહી છે

New Update
અમરેલી: સાવરકુંડલાના MLA મહેશ કસવાળાએ ભારતની ભવ્યજીત માટે ભગવાન શંભુ પર કર્યો જળાભિષેક

દેશભરમાં ઉત્સાહ ઉમંગ અને ભારતની ભવ્ય જીતની ઠેર ઠેર પ્રાર્થના દુઆઓ થઈ રહી છે ત્યારે વર્લ્ડ કપની આજની ફાઈનલ મેચમાં ભારતનો ઓસ્ટ્રેલિયા સામે ભવ્ય વિજય થાય તે માટે સાવરકુંડલાના ધારાસભ્ય મહેશ કસવાળાએ ભાજપના કાર્યકર્તાઓ સાથે ભગવાન ભોળાનાથને જળાભિષેક કરીને જીતની કામનાઓ કરવામાં આવી હતી

આજે વર્લ્ડ કપની ભારત અને ઓસ્ટ્રેલિયાની ફાઇનલ મેચને લઈને સાવરકુંડલાના ધારાસભ્ય મહેશ કસવાળાએ નિર્દોષશાનંદ આશ્રમ ખાતે ભગવાન ભોળાનાથના મંદિરે પહોંચ્યા હતાને આજની વર્લ્ડ કપની ફાઈનલ મેચમાં ભારત દેશનો ઝંડો વિશ્વ વિજેતા સાબિત થાય તે માટે ભોળાનાથને જળાભિષેક કરીને ભગવાનને યાચના કરી હતી.બિલીપત્ર, ફૂલ, દૂધ સહિતનો જળાભિષેક કરીને ધારાસભ્ય મહેશ કસવાળા સાથે ભાજપના કાર્યકર્તાઓ અને દેશપ્રેમીઓ ભારતનો ભવ્ય વિજય વર્લ્ડ કપની ફાઇનલમાં થાય તેવી પ્રાર્થના કરી હતી

Latest Stories