/connect-gujarat/media/post_banners/ffeca0e9d1908f1826e4a1096710b19dc0fa5ab376d8059b7b960d352fe573e5.jpg)
અમરેલી ફાયર વિભાગે ફરી એકવાર કડક કાર્યવાહી હાથ ધરી છે અમરેલીની શિવમ પ્લાઝા સંકુલમાં ફાયર સેફ્ટીના અભાવે 80 થી 85 દુકાનો અને ઓફિસોને સીલ કરવામાં આવી છે
અમરેલીના જુના માર્કેટ યાર્ડમાં આવેલ પ્રખ્યાત શિવમ પ્લાઝા સંકુલમાં 80 થી 85 જેટલી દુકાનો અને ઓફિસોને ચાર માસ પહેલા નોટીસ ફટકારવામાં આવી હતી પરંતુ ફાયર સેફટી ફીચર્સ ન હોવાથી ફાયર ઓફિસર એચ.સી.ગઢવીની આગેવાની હેઠળ સમગ્ર કોમ્પ્લેક્ષ ખાલી કરી સીલ કરી દેવામાં આવ્યું હતું.તાજેતરમાં અમદાવાદના એક એપાર્ટમેન્ટમાં આગ લાગવાને કારણે એક યુવતીનું મોત થયું હતું.આવા કિસ્સા અવાર-નવાર જોવા મળે છે, જેને જોતા અમરેલી જિલ્લાનું ફાયર વિભાગ સંપૂર્ણ પણે એલર્ટ હોય ને થોડા દિવસો પહેલા શાંતાબા મેડિકલ કોલેજ કેમ્પસમાં પણ કડક કાર્યવાહી કરી શીલ મારવામાં આવ્યા હતા અને શિવમ પ્લાઝા કોમ્પ્લેક્ષમાં ફાયર સેફ્ટીના અભાવે 80 થી 85 દુકાનો ઓફિસોને સીલ કરી દેવામાં આવી હતી