અમરેલી : છતડીયા ગામ નજીક એસટી બસ પલટી, 15થી વધુ મુસાફરોને પહોચી ઈજા...

જિલ્લાના ધારી તાલુકાના છતડીયા ગામ નજીક એસટી બસે પલટી મારી જતાં બસમાં સવાર 15 જેટલા મુસાફરોને ઈજા પહોચી હતી.

New Update
અમરેલી : છતડીયા ગામ નજીક એસટી બસ પલટી, 15થી વધુ મુસાફરોને પહોચી ઈજા...

અમરેલી જિલ્લાના ધારી તાલુકાના છતડીયા ગામ નજીક એસટી બસે પલટી મારી જતાં બસમાં સવાર 15 જેટલા મુસાફરોને ઈજા પહોચી હતી.

Advertisment

અમરેલી જિલ્લાના ધારી તાલુકાના છતડીયા ગામના પાટીયા નજીક ધોરાજી-મહુવા રૂટની એસટી બસને અકસ્માત નડ્યો હતો. જેમાં એસટી બસના ડ્રાઈવરે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતાં અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એસટી બસ રોડની સાઈડમાં આવેલ ખાળીયામાં ઉતરી ગઈ હતી, ત્યારે ઈજાગ્રસ્ત મુસાફરોને એસટી બસની પાછળની બારીમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. આ ઘટનામાં એસટી બસમાં સવાર 15 જેટલા મુસાફરોને નાની મોટી ઈજા પહોચતા 108 મારફતે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જોકે, 7 જેટલા મુસાફરોને ફ્રેકચરની અસર જણાતા વધુ સારવાર અર્થે અમરેલી ખસેડાયા હતા. બનાવની જાણ થતાં જ આસપાસના ગામ લોકો તેમજ સેવાભાવીઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા.

Latest Stories