અમરેલી : બહારવટીયા, પણ સંત તરીકે ખ્યાતિ પામેલા જોગીદાસબાપુ ખુમાણના સ્ટેચ્યુનું અનાવરણ કરાયું

બહારવટીયા પણ સંત તરીકે ખ્યાતિ પામેલા જોગીદાસબાપુ ખુમાણના સ્ટેચ્યુ અનાવરણ પ્રસંગે સંતો મહંતો અને રાજકીય મહાનુભાવોની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે યોજાયો

New Update

સાવરકુંડલા નગરપાલિકા કચેરી ખાતે કાર્યક્રમ યોજાયો

શહેરમાં જોગીદાસબાપુ ખુમાણનું સ્ટેચ્યુ સ્થાપિત કરાયું

મહાનુભાવોની ઉપસ્થિતિમાં સ્ટેચ્યુનું અનાવરણ કરાયું

કથાકાર મોરારીબાપુ સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિ

મોટી સંખ્યામાં નગરજનો પણ વિશેષ ઉપસ્થિત રહ્યા

અમરેલી જિલ્લાના સાવરકુંડલા નગરપાલિકા કચેરીના પટાંગણમાં સ્થાપિત બહારવટીયા પરંતુ સંત તરીકે ખ્યાતિ પામેલા જોગીદાસબાપુ ખુમાણના સ્ટેચ્યુનું મહાનુભાવોની ઉપસ્થિતિમાં અનાવરણ કરવામાં આવ્યું હતું.

સંત અને શૂરાની ધરતી કહેવાતા સૌરાષ્ટ્રમાં ઇતિહાસના પાને કંડારાયેલા વીર જોગીદાસબાપુ ખુમાણનું નામ સોનેરી અક્ષરોમાં અંકિત છેતેવા બહારવટીયા પણ સંત તરીકે ખ્યાતિ પામેલા જોગીદાસબાપુ ખુમાણના સ્ટેચ્યુ અનાવરણ પ્રસંગે સંતો મહંતો અને રાજકીય મહાનુભાવોની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે યોજાયો હતો.

હકડેઠઠ જનમેદની વચ્ચે પદ્મશ્રી ભીખુદાન ગઢવીના કંઠસ્થ જેમના લોકગીતો અને લોક સાહિત્યથી ઝવેરચંદ મેઘાણીએ લખી છેતેવા વીર જોગીદાસબાપુ ખુમાણના સ્ટેચ્યુ અનાવરણ પ્રસંગે ચાર ચાંદ લાગ્યા હતા.

સાવરકુંડલા પાલિકા કચેરીના પટાંગણમાં સ્થાપિત પ્રતિમાની અનાવરણ વિધિ સંપન્ન કરવામાં આવી હતી. આ પ્રસંગે કથાકાર મોરારીબાપુસતાધાર મહંત વિજયબાપુપાળીયાદ મહંત ભયલુંબાપુ સહિતના સંતો સાથે પૂર્વ કેબિનેટ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાપૂર્વ ગૃહમંત્રી ગોરધન ઝડફીયાઇફકોના ચેરમેન દિલીપ સંઘાણીવિધાનસભાના નાયબ દંડક કૌશિક વેકરીયાસાંસદ ભરત સુતરીયાધારાસભ્ય જે.વી.કાકડીયાહીરા સોલંકીજનક તળાવીયા સહિતના રાજકીય મહાનુભાવો અને મોટી સંખ્યામાં નગરજનો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

Latest Stories