/connect-gujarat/media/post_banners/292b83c62f0e274158d442a9bf34c389cbd01c3487a1cfa8f153d99b00963817.webp)
અમરેલી જિલ્લાના ધારી તાલુકાના માલસીકા ગામે સરકારી જમીનમાં કરાયેલ વાડીના બાંધકામ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે તંત્રનું બુલડોઝર ફરી વળ્યું હતું.
રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી ગેરકાયદે કરાયેલા દબાણો પર તંત્ર દ્વારા બુલડોઝર ફેરવી દેવામાં આવે છે, ત્યારે અમરેલીના ધારી તાલુકાના માલસીકા ગામે સરકારી પડતર જમીનમાં ઊભી કરી દેવાયેલી જ્ઞાતિ સમાજની વાડીનું ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું. સરકારી જમીનમાં જ્ઞાતિ સમાજની વાડી બની જતા ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે તંત્ર દ્વારા બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું. જેમાં આર એન્ડ બી વિભાગના અધિકારીઓ તેમજ મામલતદારની હાજરીમાં દબાણો દૂર કરવામાં આવ્યા હતા. માલસીકા ગામમાં સરકારી જમીન પર કરાયેલ દબાણ દૂર કરાતાં અન્ય ગેરકકાયદે દબાણકર્તાઓમાં પણ ફફડાટ ફેલાયો હતો.