Connect Gujarat
ગુજરાત

અમરેલી : સિંહણનું દરિયામાં ડૂબી જવાથી મોતની રાજ્યમાં પ્રથમ ઘટના, વનતંત્રની કામગીરી સામે સવાલ..!

ધારાબંદર ગામની દરિયાની ખાડીમાં સિંહણનું 2 દિવસ પહેલા ડૂબી જવાથી મોત થયું હતું. અંદાજે 5થી 9 વર્ષની સિંહણ દરિયામાં ડૂબી જવાની ઘટના ગુજરાતમાં પ્રથમ ઘટી છે

X

અમરેલી જિલ્લો એટલે સિંહોનું સામ્રાજ્ય ગણાય, પણ સિંહોની સુરક્ષામાં અમરેલી જિલ્લાના શેત્રુજી ડિવિઝન નીચે આવતું વન તંત્ર ફરી એકવાર પાંગળું પુરવાર થયું હોય તેમ જાફરાબાદના દરિયાની ખાડીમાં સિંહણ ડૂબી જવાની ઘટના ઘટી છે.

અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના ધારાબંદર ગામની દરિયાની ખાડીમાં સિંહણનું 2 દિવસ પહેલા ડૂબી જવાથી મોત થયું હતું. અંદાજે 5થી 9 વર્ષની સિંહણ દરિયામાં ડૂબી જવાની ઘટના ગુજરાતમાં પ્રથમ ઘટી છે, જ્યારે થોડા વર્ષો પહેલા જાફરાબાદના દરિયામાં એક તરફથી ડૂબકી લગાવીને સિંહ છેક સામે કાંઠે તરીને પહોંચ્યો હતો. પણ આ સિંહણનું દરિયામાં ડૂબી જવાની ઘટનાથી વન વિભાગની કામગીરી સામે સિંહ પ્રેમીઓમાં રોષ ભભુકી ઉઠ્યો છે. 2 દિવસ પહેલા જાફરાબાદ શહેરમાં શિકારની શોધમાં સિંહોઆંટા ફેરા કરતા હોવાના CCTV પણ સામે આવ્યા હતા, જ્યારે જાફરાબાદ રોડ પર આવેલા પેટ્રોલ પંપ પર શિકાર માટે સિંહ કસરત કરી રહ્યો હતો. પણ કામયાબ નહોતો થયો, ત્યારે સિંહોની સુરક્ષામાં સરકાર કટિબદ્ધ છે, અને કરોડો રૂપિયા સિંહોની સુરક્ષા પાછળ ખર્ચ કરી રહી છે, જ્યારે વન વિભાગની કામગીરીઓ અને સિંહો પ્રત્યેની ઉદાસીનતા સામે સવાલો ઉઠી રહ્યા છે. સિંહણની દરિયામાં ડૂબી મોતને ભેટવાની ઘટના 2 દિવસ અગાઉની હોય, ત્યારે વન તંત્ર દ્વારા આ ઘટના છુપાવવાના પ્રયાસો કરાયા હતા, જ્યારે સિંહણ દરિયામાં ડૂબી જતાં મોતને ભેટી હતી. તેવામાં સિંહણના મૃતદેહને દરિયાના ઉછળતા મોજાઓ વચ્ચે હોડીમાં લાવવામાં આવ્યો હતો, ત્યારે શેત્રુજી ડિવિઝન જાફરાબાદ રાજુલા પંથકમાં સિંહો નોધારા બન્યા હોવાનો સિંહપ્રેમીઓ વસવસો વ્યક્ત કરી રહ્યા છે. ફરી એકવાર વન વિભાગ સિંહોની સુરક્ષામાં પાંગળું પુરવાર થઈ રહ્યું હોવાની પ્રતીતિ સમાન સિંહો દરિયાના કે, અન્ય પાણીમાં તરી શકતા હોય છે, જ્યારે આ સિંહણનું પાણીમાં ડૂબી જવાથી મોત થયાની ઘટના સામે સવાલો ઉભા થઇ રહ્યા છે. જોકે, વન વિભાગના પ્રાથમિક તારણ મુજબ સિંહણનું પાણીમાં ડૂબી જવાથી મોત થયાનું જુનાગઢ વન વિભાગના CCFએ જણાવ્યું હતું.

Next Story