Connect Gujarat
ગુજરાત

અમરેલી : વાવેરા ગામે 3 લોકો પર જીવલેણ હુમલો કરનાર સિંહણનું સારવાર દરમ્યાન મોત...

રાજુલા તાલુકાના વાવેરા ગામે 3 વ્યક્તિઓ પર જીવલેણ હુમલો કરનાર સિંહણ પાંજરે પુરાયા બાદ સારવાર દરમ્યાન તેનું મોત નીપજ્યું હતું.

X

અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના વાવેરા ગામે 3 વ્યક્તિઓ પર જીવલેણ હુમલો કરનાર સિંહણ પાંજરે પુરાયા બાદ સારવાર દરમ્યાન તેનું મોત નીપજ્યું હતું. જોકે, આ મામલે વન વિભાગે સિંહણના મોતનું સાચું કારણ જાણવા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના વાવેરા ગામ ખાતે 3 વ્યક્તિ ઉપર સિંહણ દ્વારા 2 દિવસ પહેલા હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલાની ઘટના બાદ વન વિભાગનો મોટો કાફલો ઘટના સ્થળે દોડ્યો હતો, અને સિંહણને પકડવા માટે મેગા ઓપરેશન હાથ ધર્યું હતું. અંદાજે 8 કલાક કરતા વધુ સમય સુધી આ ઓપરેશન ચાલ્યું હતું. જેમાં સિંહણ આક્રમણ બની હુમલો કરવા માટે દોડધામ કરી રહી હતી. આ દરમ્યાન સિંહણને પકડવા એનિમલ ડોકટરોની ટીમો વન અધિકારીઓ અને કર્મચારીઓ સિંહણને પડકવા દોડધામ કર્યા બાદ અંતે સાંજના સમયે સિંહણને ઇન્જેક્શન આપી બેભાન કરી પાંજરે પુરી દીધી હતી. તો બીજી તરફ, સિંહણ પાંજરે પુરાતા જ સ્થાનિકોએ અને વન વિભાગે રાહતનો શ્વાસ લીધો હતો. ત્યારબાદ વન વિભાગ દ્વારા સિંહણને એનિમલ કેર સેન્ટર ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવી હતી, જ્યાં સારવાર દરમ્યાન સિંહણનું મોત નીપજ્યું હતું, ત્યારે સિંહણને કોઈ ગંભીર પ્રકારની બીમારી હોવાની શંકા જતાં તબીબોએ સિંહણના સેમ્પલ મેળવી તપાસ અર્થે લેબમાં મોકલ્યા છે. તો બીજી તરફ, સિંહણનું મોત સેન્ટ્રલ નર્વસ ડીસોડરના કારણે થયું હોવાનું પણ અનુમાન લગાડવામાં આવી રહ્યું છે, ત્યારે હાલ તો રિપોર્ટ આવ્યા બાદ જ સાચું કારણ આવવાનો વન વિભાગ દાવો કરી રહ્યું છે.

Next Story