અમરેલી: આતંકી હુમલાનો ખોટો મેસેજ કરનાર ઝડપાયો,અમદાવાદ છોડી દેવાનું જણાવી ડરનો માહોલ સર્જયો હતો

શ્રેણિક શાહ દ્વારા જે પત્રને વાઈરલ કરવામાં આવ્યો હતો. તે પત્રમાં લખવામાં આવ્યું હતું કે, 13 અને 14 તારીખે અમદાવાદમાં આતંકી હુમલો થવાનો છે

New Update
અમરેલી: આતંકી હુમલાનો ખોટો મેસેજ કરનાર ઝડપાયો,અમદાવાદ છોડી દેવાનું જણાવી ડરનો માહોલ સર્જયો હતો

અમદાવાદમાં 13 અને 14 તારીખે આતંકી હુમલો થવાનું સામે આવ્યું હોવાનું જણાવી લોકોને અમદાવાદ છોડી દેવા માટે અપીલ કરતો એક પત્ર વાઈરલ કરનાર શખ્સને અમરેલીથી દબોચી લેવાયો છે. અમદાવાદમાં આતંકી હુમલો થવાના ખોટા મેસેજ અંગે અમદાવાદ ગ્રામ્યના ચાંગોદર પોલીસ સ્ટેશનમાં જાણવા જોગ દાખલ કરવામાં આવી હતી. ત્યારબાદ જે નંબર પરથી આ મેસેજ કરવામાં આવ્યો હતો તેને ટ્રેસ કરાતા તે અમરેલીનો નીકળ્યો હતો. અમદાવાદ પોલીસ દ્વારા આ મામલે અમરેલી પોલીસને જાણ કરતા અમરેલી પોલીસે અમરેલી શહેરના માણેકપરા વિસ્તારમાં રહેતા શ્રેણિક સંદિપ શાહ નામના યુવકને ઝડપી પાડ્યો હતો.

શ્રેણિક શાહ પોતે ઓટોમોબાઈલ્સનો વ્યવસાય કરતો હોવાનું જાણવા મળ્યું છે. શ્રેણિક શાહ દ્વારા જે પત્રને વાઈરલ કરવામાં આવ્યો હતો. તે પત્રમાં લખવામાં આવ્યું હતું કે, 13 અને 14 તારીખે અમદાવાદમાં આતંકી હુમલો થવાનું સામે આવ્યું છે તો અમદાવાદ છોડી દેવું. આ લેટર પર ભારતના રાષ્ટ્રીય ચિહ્નનો ઉપયોગ કરાયો હોવાનું પણ સામે આવ્યું છે. ગર્વેમેન્ટ ઓફ ઈન્ડિયા લખેલા લેટર પર લોકોમાં ડર ફેલાય તેવું લખાણ લખી શ્રેણિકે 70 લોકોને વોટ્સએપ પર મેસેજ મોકલ્યો હતો.

Latest Stories