અમરેલી : બાબરાનો ડીસ્કો કરાવતો રસ્તો, પાલિકાની આંખે ધુતરાષ્ટ્રના પાટા

અમે તમને બતાવવા જઇ રહયાં છે એવો રસ્તો કે તમે તેને જોઇને જ બોલી ઉઠશો આ રસ્તો તકલાદી બનાવાયો છે અને તેમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો છે.

અમરેલી : બાબરાનો ડીસ્કો કરાવતો રસ્તો, પાલિકાની આંખે ધુતરાષ્ટ્રના પાટા
New Update

અમે તમને બતાવવા જઇ રહયાં છે એવો રસ્તો કે તમે તેને જોઇને જ બોલી ઉઠશો આ રસ્તો તકલાદી બનાવાયો છે અને તેમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો છે...

અમરેલી જિલ્લામાં આવેલું બાબરા નગર... બાબરાના શહેરીજનો હાલ બિસ્માર રસ્તાઓના કારણે ત્રાહિમામ પોકારી ઉઠયાં છે. હવે જોઇએ ચમારડી ઝાંપા વિસ્તારમાં બનાવેલાં આરસીસીના રસ્તાની કેવી હાલત છે...

આ વિસ્તારમાં રહેતાં લોકોની સુવિધા માટે આરસીસીનો રસ્તો બનાવવામાં આવ્યો હતો પણ રસ્તાના કામમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોવાનું સ્પષ્ટ દેખાય આવે છે. કોન્ટ્રાકટરે હલકી ગુણવત્તાના મટીરીયલમાંથી રોડ બનાવ્યો હોવાનું તેની હાલત જોતાં ફલિત થાય છે. આ માર્ગ પરથી પગપાળા જવાનું દુષ્કર બની ગયું છે તો પછી વાહનોની તો શું વિસાત.. આ રસ્તા પર વાહનોના કેવા હાલ થાય છે તે આવો જોઇએ...

આ રસ્તાની વાત કરવામાં આવે તો બે વર્ષમાં બે વખત રસ્તાનું નવીનીકરણ કરાયું છે પણ મોટાભાગના નાણાની ખાયકી થઇ ગઇ હોવાનું સ્થાનિકો જણાવી રહયાં છે. છેલ્લા એક મહિનાથી રસ્તાના ત્રીજી વખતના નવીનીકરણની કામગીરી ચાલી રહી છે. રસ્તા પરની ગટરો અકસ્માત ઝોન બની ચુકી છે. અમરેલીથી રાજકોટ હાઇવેને જોડતો શોર્ટ કટ રોડ હોવાથી વાહનોની અવરજવર રહેતી હોય છે.

#CGNews #Connect Gujarat #BeyondJustNews #road #Amreli News #Road Damaged #roads damaged #Babra #AMreli NAgar palika
Here are a few more articles:
Read the Next Article