Connect Gujarat
ગુજરાત

અમરેલી : નાની ખેરાળી ગામનો માર્ગ અત્યંત બિસ્માર, ગ્રામજનોમાં રોષ...

અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના નાની ખેરાળી ગામનો રોડ અતિ બિસ્માર હાલત અને ગામમાં એસ.ટી. બસની સુવિધા નહીં મળતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.

X

અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના નાની ખેરાળી ગામનો રોડ અતિ બિસ્માર હાલત અને ગામમાં એસ.ટી. બસની સુવિધા નહીં મળતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.

રાજુલા તાલુકાના નાની ખેરાળી ગામનો માર્ગ છેલ્લા ઘણા સમયથી અતિ બિસ્માર હાલતમાં આવી ગયો છે. જેના કારણે લોકો હેરાન-પરેશાન થઈ ગયા છે. જોકે, આ માર્ગના રીપેરીંગ કામ માટે મંજુરી મળી ગઈ હોવા છતાં માર્ગનું કાર્ય ખોરંભે ચઢ્યું છે. એક તરફ સરકાર વિકાસની વાતો કરે છે, ત્યારે ગામડામાં વિકાસ થતો નહીં હોવાના આક્ષેપ સાથે ગામલોકોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો. ઉપરાંત લોકોને આ રોડ પરથી પસાર થતા સમયે પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે. જો કોઈ દર્દીને ઈમરજન્સી સરવાર માટે 108ની જરૂર હોય તો પણ અહીંના બિસ્માર માર્ગ પર વાહન ચાલી શકે તેમ નથી તેવી સ્થિતિ સર્જાય છે.

જોકે, હવે આ રોડ સરકાર દ્વારા આ રોડ ક્યારે બનાવવામાં આવશે. આ રોડ અતી બીસ્માર હાલતમાં છે. હવે તો સરકાર આ રોડ બનાવે. જેથી કરીને અહીં મુસાફરી કરતા લોકો મુશ્કેલીઓમાંથી બહાર આવે, ત્યારે હવે સરકાર દ્વારા આ રોડ ક્યારે બનાવવામાં આવશે તેવો ગામ લોકોમાં સવાલ ઉઠ્યો છે. જિલ્લા પંચાયત સદસ્ય દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, નાની ખેરાળી ગામનો રોડ અતિ બિસમાર હાલતમાં છે. વારંવાર લેખિત મૌખિક રજૂઆતો છતાં પણ આ રોડ બનાવવામાં આવતો નથી. જો આગામી દિવસમાં રોડ બનાવવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી.

નાની ખેરાળી ગામનો માર્ગ અત્યંત બિસ્માર હોવાથી એસ.ટી. બસની સુવિધાથી પણ ગ્રામજનો વંચિત રહ્યા છે. આ ગામમાં 20 વર્ષથી એસ.ટી. બસની સુવિધા નથી. એવું કહો તો પણ ચાલર કે, ગામના લોકોએ એસ.ટી. બસ જોય જ નથી. એસ.ટી. તંત્રને પણ લેખિત મૌખિક રજૂઆતો કરવામાં આવી છે. છતાં પણ કોઇ જવાબ આપવામાં આવ્યો નથી. નાની ખેરાળી ગામનાં બાળકોને શિક્ષણ માટે ખાનગી વાહનનો સહારો લેવો પડે છે. તો, હવે સરકાર દ્વારા વહેલી તકે ગ્રામજનોની પાયાની સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવે તેવી ઉગ્ર માંગ ઉઠી છે.

Next Story