/connect-gujarat/media/post_banners/f5d119db2656d1e897f979dd4d3886961dc4a493a85e29ba7fb17d34bc4934dd.jpg)
અમરેલી જીલ્લામાં રાજુલા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં અનેક રૂટની એસ.ટી. બસ બંધ કરાતા વિદ્યાર્થીનીઓએ ચક્કાજામ કર્યો હતો. રાજુલા એસ.ટી. બસ સ્ટેન્ડ ખાતે વિદ્યાર્થીનીઓએ માનવ સાંકળ બનાવી માર્ગમાં આડશ ઉભી કરી હતી.અમરેલી જીલ્લામાં એસ.ટી. વીભાગની ઘોર બેદરકારી સામે આવી છે. રાજુલા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાંથી શાળાએ જતી વિદ્યાર્થીનીઓને એસ.ટી બસમાં મુસાફરી કરવું મુશ્કેલ બન્યું છે. જાંજરડા, કુંડલિયાલા, વડલી, આગરીયા, મોટી બારપટોળી સહિત અનેક રૂટની એસ. ટી. બસ બંધ થતાં વિદ્યાર્થીનીઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. છેલ્લા ઘણા સમયથી આ સમસ્યાનો અંત નહીં આવતા વિદ્યાર્થીનીઓ દ્વારા રાજુલા એસ.ટી. બસ સ્ટેન્ડ ખાતે માનવ સાંકળ બનાવી ચક્કાજામ સાથે ધરણાં પ્રદર્શન કર્યા હતા, ત્યારે વિદ્યાર્થીનીઓના સમર્થનમાં રાજુલાના ધારાસભ્ય અંબરીષ ડેર સહીત NSUIની ટીમ પણ આવી પહોચી હતી. જોકે, અવારનવાર રજૂઆત કરવા છતાં એસ.ટી. તંત્ર આંખ આડા કાન કરી રહ્યું હોવાની રાવ ઉઠી છે.