Connect Gujarat
ગુજરાત

અમરેલી: ધોધમાર વરસાદ વરસતા ખેડૂતોના ઉભા પાકને વ્યાપક નુકશાન,5 મે સુધી વરસાદની આગાહી

રાજયમાં આગામી 5મી મે સુધી કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે અમરેલી જીલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો

X

રાજયમાં આગામી 5મી મે સુધી કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે અમરેલી જીલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો

રાજયમાં આગામી 5મે સુધી કમોસમી વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. ત્યારે અમરેલીમાં છેલ્લા 6 દિવસથી વરસાદ વરસી રહ્યો છે. હજું પણ 5 મે સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે જેને લઈ ખેડૂતોને ખેત ઉત્પાદિત પાક, કાપણી કરેલ પાક તાત્કાલિક સલામત સ્થળે ખસેડવા સૂચના આપવામાં આવી છે. સૌરાષ્ટ્ર-કચ્છ વિસ્તારના અમરેલી, ભાવનગર, બોટાદ, દ્વારકા, ગીર સોમનાથ, જામનગર, મોરબી, રાજકોટ, સુરેન્દ્રનગર અને કચ્છ જિલ્લા ઉપરાંત અમદાવાદ, આણંદ, બનાસકાંઠા, દાહોદ, ગાંધીનગર, મહેસાણા, પંચમહાલ, પાટણ, સાબરકાંઠા, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરુચ, ડાંગ, તાપી, સુરત, વલસાડ સહિતના જિલ્લાઓમાં તા.05મે, 2023 સુધી ગાજવીજ સાથે હળવાથી મધ્યમ કમોસમી વરસાદની સંભાવના છે. અમરેલી જિલ્લામાં છેલ્લા 6 દિવસથી અવિરત વરસાદ પડી રહ્યો છે, જેના કારણે પૂરની સ્થિતિ પણ સર્જાય છે, બપોર બાદ દરરોજ વાતાવરણમાં પલટો બાદ વરસાદ આવી રહ્યો છે. આજે પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.

Next Story