અમરેલી: ઉમેદવાર બદલવાની માંગ વચ્ચે ભાજપના જ બે જૂથ આમને સામને, કાર્યકરો વચ્ચે મારામારી...

લોકસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર જાહેર થયા બાદ ઉકળતા ચરુ જેવી સ્થિતિ વચ્ચે ભાજપના જ બે જૂથ સામસામે આવી જતા મારામારીના દ્રશ્યો જોવા મળ્યા હતા

New Update
અમરેલી: ઉમેદવાર બદલવાની માંગ વચ્ચે ભાજપના જ બે જૂથ આમને સામને, કાર્યકરો વચ્ચે મારામારી...

અમરેલી લોકસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર જાહેર થયા બાદ ઉકળતા ચરુ જેવી સ્થિતિ વચ્ચે ભાજપના જ બે જૂથ સામસામે આવી જતા મારામારીના દ્રશ્યો જોવા મળ્યા હતા

અમરેલી લોકસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર જાહેર થયા બાદ ઉકળતા ચરુ જેવી સ્થિતિ વચ્ચે રાજુલા ખાતે લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર ભરત સુતરીયાનો અભિવાદન સમારોહ યોજાયેલો હતો જેમાં ક્લસ્ટર પ્રભારી ભુપેન્દ્રસિંહ ચુડાસમા ઉપસ્થિત રહ્યા હતા પણ અમરેલીના સાંસદ નારણ કાછડીયાની ગેરહાજરી ઉડીને આંખે વળગી હતી જ્યારે છેલ્લા બે ચાર દિવસ થી સોશીયલ મીડિયા મારફતે અમરેલી ભાજપના ઉમેદવાર સામે વિરોધનો વંટોળ શરૂ થયો હતો તો ધારીના ખીચા અને દેવળા ગામે ભાજપના ઉમેદવાર બદલવાના પોસ્ટર બોર્ડ લાગ્યા હતા.આ બાબતે ક્લસ્ટર પ્રભારી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ મીડીયા સમક્ષ અમરેલી લોકસભાના ભાજપના ઉમેદવાર બદલાશે નહીંનો દાવો કર્યો હતો

ભુપેન્દ્રસિંહ ચુડાસમા સાથે બેઠક પૂર્ણ થયા બાદ ભાજપના કાર્યકર્તાઓ સામસામા આવી ગયા હતા. એકબીજા પર હુમલાઓ કર્યા હતા જેમાં સાંસદ કાછડીયા જૂથ અને ધારાસભ્ય કૌશિક વેકરીયા જૂથના કાર્યકરો એકબીજા સાથે મારપીટ કરી હતી અને કૌશિક વેકરીયા જૂથના કાર્યકરે સાંસદ કાછડીયા અને તેમના પરિજનો પણ હુમલો કર્યો હોવાનું નિવેદન આપ્યું હતું સામે પક્ષે કાછડીયા જૂથના કાર્યકર હિરેન વીરડિયાએ સંદીપ માંગરોળીયાએ હુમલો કર્યો હોવાનું નિવેદન આપ્યું હતું

Latest Stories