Connect Gujarat
ગુજરાત

અમરેલી : વડીયાના ખેડૂતે બાજરીની પ્રાકૃતિક ખેતી થકી મેળવ્યું બમણું ઉત્પાદન, અન્ય ખેડૂતોને આપી પ્રેરણા

અમરેલી જિલ્લામાં રાસાયણિક ખાતર અને દવાઓના કારણે ખેતીમાં જમીનની ફળદ્રુપતા ઘટી જતી રહી છે,

X

અમરેલી જિલ્લામાં પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન મળે તેવા રાજ્યપાલના પ્રાકૃતિક ખેતી અપનાવવાના અનુરોધને પગલે વડીયા ગામના ખેડૂતે પ્રાકૃતિક ખેતી થકી બાજરીનું ઉત્પાદન કરી મબલખ આવક મેળવી છે.

અમરેલી જિલ્લામાં રાસાયણિક ખાતર અને દવાઓના કારણે ખેતીમાં જમીનની ફળદ્રુપતા ઘટી જતી રહી છે, ત્યારે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દ્વારા રાજ્યભરમાં ખેડૂતો પ્રાકૃતિક ખેતીને અપનાવે તેવો અનુરોધ કર્યો હતો. રાજ્યપાલના હેતુને સાર્થક કરવા અમરેલી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ખેડૂતોને પ્રોત્સાહન મળી રહે અને ખેડૂતો રાસાયણિક ખાતર, રાસાયણિક દવાઓ કરતાં પ્રાકૃતિક ખેતી પ્રત્યે કાળજી લે તે માટે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. અમરેલી જિલ્લા કલેકટર અને આત્મા પ્રોજેકટના ડાયરેકટરોએ વડીયા ગામની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમ્યાન ખેડૂત સંજય ઢોલરિયાએ કરેલી પ્રાકૃતિક ખેતી થકી બાજરીના ઉત્પાદનને નિહાળ્યું હતું, ત્યારે સારું અને વધુ ઉત્પાદન મેળવતા ખેડૂત સંજય ઢોલરિયાને જિલ્લા વહીવટી તંત્રએ બિરદાવ્યા હતા, ત્યારે ખેડૂતે ખુશખુશાલ થઈ જિલ્લામાં અન્ય ખેડૂત પણ પ્રાકૃતિક ખેતી તરફ વળે તેવો અનુરોધ કર્યો હતો.

Next Story