અમરેલી : ધારી APMCની ચૂંટણી માટે થયું મતદાન, ભાજપ-કોંગ્રેસે કર્યો પોતાની જીતનો દાવો..!

અમરેલી જિલ્લાના ધારી APMCની ચૂંટણી માટે થયેલા મતદાનમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે રસાકસી ભર્યો ચૂંટણી જંગ જોવા મળ્યો હતો.

New Update
અમરેલી : ધારી APMCની ચૂંટણી માટે થયું મતદાન, ભાજપ-કોંગ્રેસે કર્યો પોતાની જીતનો દાવો..!

અમરેલી જિલ્લાના ધારી APMCની ચૂંટણી માટે થયેલા મતદાનમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે રસાકસી ભર્યો ચૂંટણી જંગ જોવા મળ્યો હતો. ખેડૂતો અને વેપારી વિભાગની કુલ 12 બેઠકો માટે 25 ઉમેદવારો મેદાનમાં જોવા મળ્યા હતા. ભાજપ શાસિત 5 વર્ષથી ધારી APMCમાં શાશન હોય, ત્યારે ખેડૂત વિભાગની 8 બેઠકો માટે 573 મતદાતાઓ અને વેપારી વિભાગની 4 બેઠકો માટે 63 મતદાતા હોય જેથી રસાકસી ભર્યા ચૂંટણી જંગમાં કોંગ્રેસ દ્વારા જીતનો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો હતો.

Advertisment

કોંગ્રેસ દ્વારા મતદાન વખતે આક્ષેપ કરવામાં આવ્યો હતો કે, ધારી APMCમાં ખેડૂતો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે. ખેડૂતોને યુરિયા ખાતર માટે બીજા જિલ્લામાં જવું પડતું હોય, ત્યારે આ વખતે ખેડૂતો કોંગ્રેસ તરફે કચકચાવીને મતદાન કરવાની આશાઓ વ્યક્ત કરી હતી. ધારી યાર્ડમાં 5 વર્ષથી ભાજપનું શાસન છે, અને ખેડૂતલક્ષી નિર્ણયો તરફે મતદાન ખેડૂતો કરશે. જેથી અપક્ષો કે, કોંગ્રેસની કારમી હાર થશે તેવું ભાજપના પૂર્વ ધારાસભ્યએ જણાવ્યુ હતું. જોકે, આજે થયેલા મતદાન બાદ આવતીકાલે પરિણામ પર મતદાતાઓ કોના પર કળશ ઢોળશે તે હવે જોવું રહ્યું.

Advertisment
Latest Stories