Connect Gujarat
ગુજરાત

અમરેલી : પોલીસની “યથાર્થ પરિભાષા” પુસ્તકનું વિમોચન કરાયું, પોલીસની કામગીરીનું પુસ્તકમાં વર્ણન...

વર્ષ 2022માં સેવા અને સુરક્ષા માટે અમરેલી જિલ્લા પોલીસે કરેલી કામગીરી અંગે પુસ્તકમાં વર્ણન કરવામાં આવ્યું છે

X

વર્ષ 2022માં સેવા અને સુરક્ષા માટે અમરેલી જિલ્લા પોલીસે કરેલી કામગીરી અંગે પુસ્તકમાં વર્ણન કરવામાં આવ્યું છે, ત્યારે અમરેલી એસપી હિમકર સિંહ દ્વારા આ પુસ્તકનું ધારાસભ્યોની ઉપસ્થિતીમાં વિમોચન કરવામાં આવ્યું હતું.

અમરેલી એસપી હિમકર સિંહ દ્વારા સેવા, સુરક્ષા અને શાંતિની યથાર્થ પરિભાષા અમરેલી પોલીસ-2022 પુસ્તકનું વિમોચન ધારાસભ્ય કૌશિક વેકરીયા, મહેશ કસવાળા, જનક તળાવિયા, જિલ્લા પંચાયત પ્રમુખ ભરત સૂતરીયા સહિતના રાજકીય મહાનુભાવો, નાયબ પોલીસ અધિક્ષકોના વરદહસ્તે પુસ્તક વિમોચન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન અમરેલી જિલ્લાના પોલીસ વડા હિમકર સિંહે જણાવ્યું હતું કે, આ પુસ્તકમાં અમરેલી જિલ્લાની પોલીસ દ્વારા વર્ષ-2022 દરમ્યાન કરવામાં આવેલ ગંભીર ગુનાના ડિટેકશનની વિગતો, અપરાધીઓની મોડસ ઓપરેન્ડી અને પોલીસ દ્વારા કરવામાં આવેલ કાર્યવાહીનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત પોલીસ વિભાગને લગતી વિવિધ કામગીરીઓ જેવી કે, પોલીસ વેલ્ફેરને લગત કામગીરી, ચૂંટણી દરમિયાન કરવામાં આવતી કામગીરી, સીસીટીવી કેમેરા દ્વારા કરવામાં આવતી ડિટેકશનની કામગીરી, સરકારના મહત્વકાંક્ષી પ્રોજેક્ટ ઈગુજકોપ અંતર્ગતની કામગીરીનો સમાવેશ કરવામાં આવ્યો છે. અમરેલી પોલીસ વર્ષ 2022-23ની જેમ આવનારા સમયમાં પણ જિલ્લાના નાગરિકોની સુરક્ષા કરવા માટે કટિબદ્ધ હોવાનું અમરેલી એસપી હિમકર સિંહે જણાવ્યું હતું.

Next Story