મોંઘવારીનો વધુ એક માર, અમુલના દુધમાં પ્રતિ લિટરે 2 રૂપિયાનો ભાવ વધારો

પેટ્રોલ અને ડીઝલ બાદ હવે દુધના ભાવમાં વધારો, અમુલના દુધમાં પ્રતિ લિટરે બે રૂપિયાનો વધારો.

New Update
મોંઘવારીનો વધુ એક માર, અમુલના દુધમાં પ્રતિ લિટરે 2 રૂપિયાનો ભાવ વધારો

દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારાથી લોકોને કળ વળી રહી નથી તેવામાં હવે અમુલે દુધના ભાવમાં પ્રતિ લિટરે બે રૂપિયાનો વધારો ઝીકી દીધો છે. મોંઘવારીના ખપ્પરમાં હોમાયેલી જનતાને દુધના નામે વધુ એક મોંઘવારીનો ઝટકો આપવામાં આવ્યો છે.

પેટ્રોલ અને ડીઝલના ભાવો 100 રૂપિયા પ્રતિ લિટરને પાર કરી ગયાં છે. સમગ્ર દેશ મોંઘવારીમાં પીસાય રહયો છે ત્યારે અધુરામાં પુરુ હવે અમુલે પણ દુધના ભાવમાં પ્રતિ લિટરે બે રૂપિયાનો વધારો ઝીંકી દીધો છે. અમુલ બ્રાન્ડના ગોલ્ડ, તાજા અને શક્તિ દુધના લિટર દીઠ ભાવમા બે રૂપિયાનો વધારો થયો છે. ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશને કરેલો ભાવ વધારો આવતીકાલે ગુરૂવારના રોજથી લાગુ પડશે. અમદાવાદની વાત કરવામાં આવે તો અમદાવાદમાં હવે અમુલ ગોલ્ડની 500 મિલિની થેલી 29 રૂપિયા, અમુલ તાજાનું પાઉચ 23 રૂપિયા અને અમુલ શકિત 26 રૂપિયાના ભાવથી મળશે.

આ ભાવવધારો દિલ્હી અને એનસીઆર (NCR),પશ્ચિમ બંગાળ, મુંબઈ અને મહારાષ્ટ્રમાં પણ લાગુ પડશે. ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન લિમિટેડે (GCMMF) દોઢ વર્ષ બાદ ભાવમાં વધારો કર્યો છે. અગાઉ ડિસેમ્બર 2019માં અમૂલે દુધના ભાવમાં વધારો જાહેર કર્યો હતો. જોકે તે સમયે ગોલ્ડ અને તાજાના ભાવ જ વધ્યા હતા જ્યારે આ વખતે તમામ વેરાયટીના દુધના ભાવમાં વધારો થયો છે. આમ દિવસેને દિવસે લોકોની હાલત મોંઘવારીના કારણે કફોડી બની રહી છે.

Latest Stories