મહેસાણા નજીક ટ્રક અને રિક્ષા વચ્ચે સર્જાયો અકસ્માત, 3 લોકોના ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત, 5 ની હાલત ગંભીર..

સતલાસણા ગોઠડા હાઈવે પર ગમખ્વાર અક્સ્માત સર્જાયો છે. રીક્ષા અને ટ્રક વચ્ચે અકસ્માતની ઘટના બની છે.

મહેસાણા નજીક ટ્રક અને રિક્ષા વચ્ચે સર્જાયો અકસ્માત, 3 લોકોના ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત, 5 ની હાલત ગંભીર..
New Update

સતલાસણા ગોઠડા હાઈવે પર ગમખ્વાર અક્સ્માત સર્જાયો છે. રીક્ષા અને ટ્રક વચ્ચે અકસ્માતની ઘટના બની છે. આ અક્સ્માતમાં ઘટના સ્થળે જ ત્રણ લોકોના થયા મોત થયા છે જ્યારે પાંચ જેટલા લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ અંગે સામે આવેલી વિગતો અનુસાર સતલાસણાથી પેસેન્જર રીક્ષા મુસાફર ભરી જતી હતી તે દરમિયાન પેસેન્જર રીક્ષાને ટ્રકે ટક્કર મારી હતી. આ ટક્કર એટલી ગંભીર હતી કે, ઘટના સ્થળ પર જ 3 લોકોએ દમ તોડી દીધો હતો. અકસ્માતની જાણ થતા સ્થાનિકો ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને ઘાયલોને 108ની મદદથી હોસ્પિટલ લઈ જવાયા હતા. અકસ્માતની ઘટનાને પગલે અફરા તફરી મચી જવા પામી હતી. અકસ્માત સ્થળે મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા.

#CGNews #rickshaw #truck #Mehsana #Gujarat #3 people died #accident
Here are a few more articles:
Read the Next Article