સાબરકાંઠા : પ્રાંતિજના સાહસિક ખેડૂતે ઓસ્ટ્રેલિયન કોબીજનું વાવેતર કર્યું,70 દિવસમાં  તૈયાર થાય છે આ વેરાયટી

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજમાં શાકભાજીનું હબ છે,અને પ્રાંતિજ સહિત તાલુકામાં શાકભાજીમાં મુખ્યત્વે ફ્લાવર-કોબીજની મોટા પ્રમાણમાં ખેતી કરવામાં આવે છે.

New Update
  • ખેડૂતે ઓસ્ટ્રેલિયન કોબીજનું કર્યું વાવેતર

  • 60-70 દિવસમાં તૈયાર થાય છે આ વેરાયટી

  • ઓસ્ટ્રેલીયાથી એક પેકેટ બિયારણ મંગાવ્યું હતું

  • ખાવામાં સ્વીટ અને સલાડમાં ઉપયોગ થાય છે

  • બજારમાં એક નંગ 100થી 120 રૂપિયામાં વેચાય છે 

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના સાહસિક ખેડૂતે આ વર્ષે ઓસ્ટ્રેલિયન કોબીજની ખેતી કરીને સફળતા પ્રાપ્ત કરી છે,અને ખેડૂતવર્ગમાં કોબીજની ખેતી આકર્ષણનું કેન્દ્ર બની છે.

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજમાં શાકભાજીનું હબ છે,અને પ્રાંતિજ સહિત તાલુકામાં શાકભાજીમાં મુખ્યત્વે ફ્લાવર-કોબીજની મોટા પ્રમાણમાં ખેતી કરવામાં આવે છે. જ્યારે અન્ય શાકભાજી પણ વાવેતર થાય છે,પણ શાકભાજીમાં ફલાવરની ખેતી પુષ્કળ પ્રમાણમાં થાય છે અને પ્રાંતિજના ફલાવરની માંગ પણ હોય છે.

જેમાં અમદાવાદ,સુરત,વડોદરા,મુંબઇ,પુના સહિત ના બજારોમાં પુષ્કળ માંગ છે.ત્યારે પ્રાંતિજમાં ફ્લાવર પકવતા એક ખેડૂત કલ્પેશ પટેલ દ્વારા આ વર્ષ ઓસ્ટ્રેલિયન કોબીજનું વાવેતર કર્યું  છે અને આ ઓસ્ટ્રેલિયન કોબીજ મોટાભાગે લગ્ન પ્રસંગોમાં અને મોટી નાની હોટલોમાં વપરાશ થતો હોય છે.ત્યારે બજારમાં ભાવ પણ ખુબ સારો મળી રહ્યો છે.વધુમાં બજારમાં છુટકમાં એક નંગ 100 થી 120 રૂપિયામાં વેચાય છે.

Latest Stories