રાજ્યના પ્રવાસન વિભાગ દ્વારા મહત્વપૂર્ણ કાર્યક્રમ યોજાયો
પ્રવાસનને વેગ આપવા ટુર ઓપરેટર રોડ શોનું આયોજન
રાજ્યના પ્રવાસન મંત્રી પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયો કાર્યક્રમ
સાસણ હોટલ એસોના સભ્યએ દારૂબંધીમાં છૂટછાટ આપવા કરી માંગ
પરપ્રાંતીય પ્રવાસીઓને આકર્ષવા દારૂબંધી હળવી કરવા જણાવ્યું
ગીર સોમનાથના વેરાવળ ખાતે પ્રવાસન મંત્રી મુળુ બેરાની ઉપસ્થિતિમાં ટૂર ઓપરેટર્સ રોડ શો સમિટનું આયોજન કરવામાં આવ્યું હતું.આ સમિટમાં સોમનાથ અને આસપાસના પ્રવાસન સ્થળોના વિકાસ માટે મહત્વની ચર્ચાઓ કરવામાં આવી હતી.
ગીર સોમનાથના વેરાવળ ખાતે પ્રવાસન મંત્રી મુળુ બેરાની ઉપસ્થિતિમાં ટૂર ઓપરેટર્સ રોડ શો સમિટનું આયોજન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે મંત્રી મુળુ બેરાએ જણાવ્યું કે ગુજરાત જંગલ, દરિયો, રણ અને પહાડી વિસ્તારો ધરાવતું વિવિધતાસભર રાજ્ય છે. તેમણે ઉમેર્યું કે વર્ષ 2006થી પ્રવાસન ક્ષેત્રના વિકાસ માટે સતત પ્રયાસો થઈ રહ્યા છે. સરકાર સોમનાથને વૈશ્વિક પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા કટિબદ્ધ છે.
સમિટમાં રાજ્યભરના ટૂર ઓપરેટર્સ તેમજ સાસણ ગીર અને સોમનાથના હોટેલ એસોસિએશનના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. પ્રવાસીઓને વધુ સમય માટે રોકાણ કરાવવા અને સ્થાનિક અર્થતંત્રને મજબૂત બનાવવા માટેના સૂચનો રજૂ કરવામાં આવ્યા હતા.
હોટેલ એસોસિએશનના પ્રતિનિધિઓએ કસ્ટમાઇઝ્ડ પેકેજ, આસપાસના પ્રવાસન સ્થળોની ટૂર સુવિધા, બજેટ હોટેલ્સ અને આદ્રી બીચના વિકાસ અંગે પણ ચર્ચા કરી હતી. આ પ્રસંગે સાસણ હોટલ એસોસિએશનના સભ્ય મુકેશ પટેલ દ્વારા દારૂબંધીમાં છૂટછાટ આપવા માંગ કરી હતી,અને પરપ્રાંતીય પ્રવાસીઓને આકર્ષવા દારૂબંધી હળવી કરવા માટે જણાવ્યું હતું.