Connect Gujarat
ગુજરાત

આણંદ : અભેટાપુરામાં ખોદકામ દરમ્યાન શિવલિંગ જેવી પ્રતિકૃતિ મળી, મંદિર બનાવવાની ગ્રામજનોમાં ઈચ્છા

આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના અભેટાપુરાના ગામ તળાવમાં ખોદકામ દરમ્યાન શિવલિંગ જેવી પ્રતિકૃતિ મળી આવી હતી

X

આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના અભેટાપુરાના ગામ તળાવમાં ખોદકામ દરમ્યાન શિવલિંગ જેવી પ્રતિકૃતિ મળી આવી હતી, ત્યારે હાલ તો ગ્રામજનોએ આસ્થા સાથે પ્રતિકૃતિના દર્શન તેમજ ધ્વજારોહાણ કરી અહીના સ્થાનકે મંદિર બનાવવાની ઈચ્છા વ્યક્ત કરી છે.

ગત તા. 18 જૂનના રોજ આણંદના અભેટાપુરાના ગામ તળાવમાં રેલ્વે કોરીડોરની કામગીરીને લઇ 20થી 25 ફૂટ ઊંડું ખોદકામ કરવામાં આવી રહ્યું હતું. તે દરમ્યાન શિવલિંગના આકારની વિશાળ પ્રતિકૃતિ મળતાં લોકોના ટોળેટોળાં ઉમટી પડ્યા હતા, ત્યારે પ્રથમ દિવસથી જ લોકોએ આસ્થાભેર શિવલિંગની પ્રતિકૃતિની પુજા અર્ચના કરવાનું શરૂ કર્યું હતું. આ અંગેની જાણ થતાં જ મામલતદાર સહિત પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો. માટીમાંથી મળેલી પ્રતિકૃતિ અંગે પૂછતાં બોરસદ મામલતદારે જણાવ્યું હતું કે, આ પ્રતિકૃતિ શિવલિંગ જ છે, તે કહેવું મુશ્કેલ છે. કારણ કે, આ પુરાતત્વ વિભાગનો વિષય છે. જોકે, આ વાતની જાણ આજુબાજુના ગામોમાં વાયુ વેગે પ્રસરતા લોકોના ટોળેટોળાં ઉમટી પડ્યાં હતાં. હાલ તો આજુબાજુ ગામના લોકો પણ મોટી સંખ્યામાં દર્શન કરવા ઉમટી રહ્યાં છે, ત્યારે આ વિશાળ સીલા શિવલિંગ હોવાની આસ્થા સાથે સ્થાનિકોએ ધ્વજારોહાણ કરી અહીના સ્થાનકે મંદિર બનાવવાની ઈચ્છા વ્યક્ત કરી છે.

Next Story