આણંદ:તારાપુર હાઇવે પર ખાનગી બસ અને ટ્રક વચ્ચે ભયાનક અકસ્માત,ત્રણના મોત

ટ્રક-લક્ઝરી બસ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ઓવરટેકની લ્હાયમાં સર્જાયેલા આ અકસ્માતમાં ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા છે. જ્યારે 15થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા

New Update
Anand Bus Accident
Advertisment

આણંદ જિલ્લાના પેટલાદ નજીક તારાપુર-ધર્મજ હાઈવે પર આજરોજ સવારના સમયે ટ્રક-લક્ઝરી બસ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ઓવરટેકની લ્હાયમાં સર્જાયેલા આ અકસ્માતમાં ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા છે. જ્યારે 15થી વધુ લોકો ઇજાગ્રસ્ત થતાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.

Advertisment

રાજકોટથી સુરત તરફ જતી લક્ઝરી બસ આજરોજ સવારના સમયે આણંદ જિલ્લાના પેટલાદ નજીક તારાપુર-ધર્મજ હાઈવે પર વડદલા પાટીયા નજીકથી પસાર થઈ રહી હતી. દરમિયાન લક્ઝરી બસ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા છે.આ અકસ્માત એટલો ભયાનક હતો કેલક્ઝરી બસનો પણ કચ્ચરઘાણ વળી ગયો છે.

ઘટનાને પગલે એમ્બ્યુલન્સ ઉપરાંત હાઈવે પેટ્રોલિંગ અને પેટલાદ રૂરલ પોલીસની ટીમ તુરંત જ સ્થળ પર પહોંચી હતી અને ઘાયલોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. બીજી બાજુ ત્રણેય મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે પેટલાદ સિવિલ હોસ્પિટલમાં મોકલી આપ્યા છે.મૃતકોની ઓળખ ધ્રુવ રૂડાણીમનસુખ કોરાટ અને કલ્પેશ જીયાણી તરીકે થઇ છેજે ત્રણેય રાજકોટના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે.

Latest Stories