આણંદ: અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર ટ્રેલર અને ટ્રક વચ્ચે અકસ્માત, 2 લોકોના મોત

અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઇવે પર ટ્રક અને ટ્રેલર વચ્ચે સર્જાયેલ માર્ગ અકસ્માતમાં 2 લોકોના મોત નિપજ્યા હતા

New Update
આણંદ: અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર ટ્રેલર અને ટ્રક વચ્ચે અકસ્માત, 2 લોકોના મોત

અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઇવે પર ટ્રક અને ટ્રેલર વચ્ચે સર્જાયેલ માર્ગ અકસ્માતમાં 2 લોકોના મોત નિપજ્યા હતા તો આ તરફ અકસ્માતના પગલે હાઇવે પર ભારે ટ્રાફિકજામની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું

અમદાવાદ વડોદરા એક્ષપ્રેસ વે પર આજરોજ ધુમ્મસના કારણે ફરી એકવાર અકસ્માત સર્જાયો હતો.આણંદ જિલ્લાના વહેરાખાડી નજીક ઉભેલા ટ્રેલર પાછળ ટેમ્પો ધડાકાભેર ભટકાતા ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. આ બનાવમાં બે લોકોના કમકમાટી ભર્યા મોત નિપજ્યાં હતા.દુર્ઘટનાના પગલે એક્સપ્રેસ હાઈવે પર ભારે ટ્રાફિકજામની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી તપાસ શરૂ કરી હતી અને મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડયા હતા તો બીજી તરફ પોલીસે વાહના વ્યવહાર પણ પૂર્વવ્રત કરાવ્યો હતો 

Read the Next Article

સુરતના એકમાત્ર “પ્લાસ્ટિક મુક્ત” અલથાણ પોલીસ સ્ટેશનનું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ કરાયું...

સુરત જિલ્લાના નાગરિકોને ઝડપી ન્યાય મળે અને સરળતાથી પોલીસ સેવા સુલભ બને તે માટે અલથાણ પોલીસ સ્ટેશનનું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

New Update

નાગરિકો માટે પોલીસ સેવા સુલભ બને તેવું આયોજન

સુરતનું એકમાત્ર પ્લાસ્ટિક મુક્ત અલથાણ પોલીસ સ્ટેશન

અલથાણ પોલીસ સ્ટેશનનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના વરદ હસ્તે લોકાર્પણ કરાયું

પોલીસ સ્ટેશનમાં રેઇન વોટર હારવેસ્ટિંગની વિશેષ વ્યવસ્થા

સુરત જિલ્લાના નાગરિકોને ઝડપી ન્યાય મળે અને સરળતાથી પોલીસ સેવા સુલભ બને તે માટે અલથાણ પોલીસ સ્ટેશનનું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. અલથાણ પોલીસ સ્ટેશન સુરતનું એકમાત્ર પ્લાસ્ટિક મુક્ત પોલીસ સ્ટેશન તેમજ સોલાર પાવર સિસ્ટમથી સંચાલિત છેત્યારે આ પોલીસ સ્ટેશનમાં રેઇન વોટર હારવેસ્ટિંગની પણ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.

ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ અલથાણ પોલીસ સ્ટેશનનું નિરીક્ષણ કર્યું હતું. ગૃહ રાજ્યમંત્રીએ રાજ્યમાં શાંતિસુરક્ષા સલામતીના મૂળમાં ઉત્તમ કાયદો અને વ્યવસ્થા તેમજ ન્યાયની આશામાં પોલીસ સ્ટેશને આવતા ફરિયાદી તથા આમ નગારિક નિરાશ ન થાય તેમજ નાગરિકોની સમસ્યાઓફરિયાદોમાં અલથાણ પોલીસ સ્ટેશન મદદરૂપ થાય તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી. આ લોકાર્પણ કાર્યક્રમમાં રાજ્ય સરકારના મંત્રી મુકેશ પટેલસંદીપ દેસાઈધારાસભ્ય સંગીતા પાટીલસુરત શહેર પોલીસ કમિશનર સહિત પોલીસ અધિકારીઓસામાજિક આગેવાનો  સહિત મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

Latest Stories