/connect-gujarat/media/post_banners/c2b64d37e22a2f4dfe8d7f8d6e76fe1ccadaafb66f20be6bc9f9b942977ab660.jpg)
આણંદ શહેરમાં આવેલી અમુલ ડેરીની બહાર હાય રે ભાજપ હાય હાય... હાય રે સરકાર હાયના નારા લગાવી રહેલાં કાર્યકરો કોંગ્રેસના છે. રાજય સરકાર વિજય રૂપાણીના મુખ્યમંત્રી તરીકે પાંચ વર્ષ પુર્ણ થતાં વિવિધ કાર્યક્રમો થકી ઉજવણી કરી રહી છે. સરકારની ઉજવણીની માનસિકતાના વિરોધમાં કોંગ્રેસ પણ સમાંતર કાર્યક્રમો આપી રહી છે. આજે શુક્રવારે ભાજપના રોજગારી દિવસના વિરોધમાં કોંગ્રેસે બેરોજગારી દિવસ ઉજવ્યો હતો. આણંદમાં આવેલી અમુલ ડેરીની બહાર ધારાસભ્ય કાંતિભાઇ સોઢાની આગેવાનીમાં મોટી સંખ્યામાં કોંગી કાર્યકરો એકત્ર થયાં હતાં. વિરોધ પ્રદર્શન કરી રહેલાં ધારાસભ્ય તથા કાર્યકરોની પોલીસે અટકાયત કરી લીધી હતી.