આણંદ: બે જુથ વચ્ચે અથડામણના કારણે પોલીસ થઈ દોડતી, ફાયરિંગ થયુ હોવાની પણ શક્યતા

મળતી માહિતી મુજબ આણંદના ચિખોદરા ઓવર બ્રિજ સર્વિસ રોડ ઉપર નજીક રાજોડપુરામાં મંગળવાર સાંજના સમયે ક્રિકેટ રમીને કેટલાક યુવાનો પરત ફરી રહ્યા હતા

New Update
આણંદ: બે જુથ વચ્ચે અથડામણના કારણે પોલીસ થઈ દોડતી, ફાયરિંગ થયુ હોવાની પણ શક્યતા

આણંદમાં મંગળવારે કેટલાક યુવાનો ક્રિકેટ રમીને પાછા ફરી રહ્યાં હતા ત્યારે એક જૂથના શખ્સોએ આ રસ્તેથી તમારે અવરજવર કરવી નહીં તેમ કહીને માર માર્યો હતો અને બન્ને પક્ષ વચ્ચે પથ્થરમારો શરૂ થયો હતો

મળતી માહિતી મુજબ આણંદના ચિખોદરા ઓવર બ્રિજ સર્વિસ રોડ ઉપર નજીક રાજોડપુરામાં મંગળવાર સાંજના સમયે ક્રિકેટ રમીને કેટલાક યુવાનો પરત ફરી રહ્યા હતા તે સમયે દસથી વધારે લોકોએ આવીને તેઓને આ રઅસતાનો ઉપયોગ કરવો નહીં કહીને માર માર્યો હતો. આ બાદ બન્ને જુથ સામસામે આવી ગયા હતા.જેમાં ચાર રાઉન્ડ ફાયરિંગ થયું હોવાની વાત પણ વહેતી થઈ છે. બનાવની જાણ થતાની સાથે જ પોલીસના ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને તપાસ શરૂ કરી હતી. આ મામલામાં પોલીસે 14 શખ્સોને ઝડપી પાડીને તેમના વિરુદ્ધ ગુનો નોધી પૂછપરછ અને આગળની તપાસ હાથ ધરી છે.

Read the Next Article

અંકલેશ્વર: વ્યાજખોરોના ત્રાસમાંથી મુક્તિ અપાવવા પોલીસનો નવતર અભિગમ, લોન ધિરાણ કેમ્પનું આયોજન

અંકલેશ્વર શહેરમાં રહેતા નાના વેપારીઓ અને વાહનો ઉપર વ્યવસાય કરતા ફેરિયાઓને સરળતાથી લોન મળી રહે તે માટે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકના

New Update

અંકલેશ્વરમાં પોલીસનો નવતર અભિગમ

લોન ધિરાણ કેમ્પ યોજાયો

એ ડિવિઝન પોલીસ દ્વારા આયોજન

ફેરિયાઓ અને વેપારીઓએ લીધો લાભ

લોન અંગેનું અપાયું માર્ગદર્શન

અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે પી.આઈ. પી.જી.ચાવડાની અધ્યક્ષતામાં લોન ધિરાણ કેમ્પ યોજાયો હતો.
અંકલેશ્વર શહેરમાં રહેતા નાના વેપારીઓ અને વાહનો ઉપર વ્યવસાય કરતા ફેરિયાઓને સરળતાથી લોન મળી રહે તે માટે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકના પી.આઈ. પી.જી.ચાવડા અને વિવિધ બેંકો આગળ આવી છે.આજરોજ પી.આઈ. પી.જી.ચાવડાની અધ્યક્ષતામાં લોન ધિરાણ કેમ્પ યોજાયો હતો.જેમાં લોકોને લોન ધિરાણ કરતા ઇસમોને બદલે બેન્ક થકી સહેલાઈથી લોન મળે તેવા પ્રયાસ કરવામાં આવ્યા હતાં.આ લોન ધિરાણ કેમ્પનો નાના વેપારીઓ તેમજ ફેરિયાઓએ લાભ લીધો હતો.
Latest Stories